જૂનાગઢમાં બે મહિના પહેલા થયેલ માથાકુટનાં મનદુઃખે ઘાતક હથિયારો વડે હુમલો : સામસામી ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં બે મહિના પહેલા પતિ-પત્ની વચ્ચે માથાકુટ મનદુઃખ થયેલ હોય અને જેનું મનદુઃખનો ખાર રાખી અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જેમાં સામસામી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ દાતાર વિસ્તાર, કબ્રસ્તાન પાછળ, નીચલા દાતાર, જૂનાગઢ ખાતે રહેતા આમીરભાઈ ઈકબાલભાઈ કુરેશી(ઉ.વ.ર૭)એ સર્વર મહેબુબભાઈ, અલાઉદીન મહેબુબભાઈ, મહેબુબભાઈ, અકરમ બ્લોચ, ટીલીયો, સમીર ઉર્ફે ભોપો રહે. બધા જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તથા તેનાં પત્ની તન્વીરબેનને બે મહિના પહેલા માથાકુટ થયેલ હોય અને હાલ તન્વીરબેન રીસામણે હોય જે વાતનું મનદુઃખ રાખી આ કામનાં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદીનાં ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી આ કામનાં આરોપી નં.રનાએ લોખંડનાં પાઈપથી માથામાં તથા આરોપી નં.૧નાએ ફરસી વડે ડાબા હાથનાં ખભા પાસે તથા છાતીનાં ભાગે તથા ગાલ ઉપર ફરિયાદીને ઈજાઓ કરી તેમજ સાહેદ નસીમબેનને આરોપી નં.૧નાએ બંને પગમાં તથા આરોપી નં.રનાએ લોખંડનાં પાઈપ વડે ડાબા હાથમાં ફ્રેકચર કરી તથા આરોપી નં.૪, પ, ૬નાઓએ ફરિયાદી તથા સાહેદ નસીમબેનને શરીરે ઢીકાપાટુનો આડેધડ માર મારી તેમજ સાહેદ નસીમબેનને આરોપી નં.ર તથા ૩નાએ લોખંડનાં પાઈપ તથા ધોકા વડે બંને પગમાં ઈજા કરી ફરિયાદીનાં ઘરનાં બારી-બારણામાં તોડફોડ કરી આરોપીઓએ ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જેને પગલે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩રપ, ૩ર૪, ૩ર૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ર૯૪-બી, પ૯૬-ર, ૪પર, ૪ર૭, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. જયારે આ બનાવનાં અનુસંધાને સામા પક્ષે તન્વીરબેન ડો/ઓ મહેબુબભાઈ મકરાણી(ઉ.વ.ર૩) રહે.નીચલા દાતાર વિસ્તાર, જૂનાગઢ વાળાએ આમીરભાઈ ઈકબાલભાઈ કુરેશી, નસીમબેન ઈકબાલભાઈ કુરેશી, અબરાલ, અરબાજ અને ઉવેશ રહે. બધા જૂનાગઢ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તથા આરોપી નં.૧ના પતિ-પત્ની થાય છે અને બંનેને બે મહિના પહેલા માથાકુટ થયેલ હોય અને ફરિયાદી હાલ રીસામણે હોય અને આ કામનાં આરોપીઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હોય જે વાતનું મનદુઃખ રાખી આ કામનાં આરોપી નં.૧નાએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળા ગાળી કરી સાહેદ મેરાજને માથામાં કુહાડીનો એક ઘા મારી તથા આરોપી નં.રનાએ ફરિયાદીને લોખંડનો પાઈપ ડાબા હાથનાં પોચા ઉપર તથા માથાનાં ભાગે મારી ઈજા કરી તેમજ પાછળથી આરોપી નં.પનો આવી ગયેલ અને તમામ આરોપીઓએ ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩ર૪, ૩ર૩, પ૦૬(ર), ર૯૪(બી), ૧૧૪, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.કે. પરમાર ચલાવી રહ્યા છે.

જૂનાગઢનાં લીરબાઈ પરા વિસ્તારમાંથી જુગાર રમતા ૧૧ ઝડપાયા
જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે લીરબાઈપરા વિસ્તારમાં સરકારી સ્કૂલ સામેની ગલીમાંથી જાહેરમાં જુગાર રમતા ૧૧ શખ્સોને કુલ રૂા.૧પ,૯૧૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મેંદરડા જુગાર દરોડો
મેંદરડા પોલીસે સાતવડલા વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી ૩ શખ્સોને રૂા.૬,૪૪૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપરથી રીક્ષામાંથી ૬૪ બોટલ દારૂ ઝડપાયો
જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે ખામધ્રોળ રોડ, આરટીઓ કચેરી નજીકથી ચોક્કસ બાતમીનાં આધારે વોચ ગોઠવીને અને પાર્થભાઈ મનુભાઈ ખટાણા(ઉ.વ.ર૧)ને તેનાં કબ્જા અને હવાલા વાળી અતુલ ઠાઠા રીક્ષા નંબર જીજે-ર૩-એકસ-રપ૪૧માં પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની જુદી-જુદી કંપનીની બોટલ નંગ-૬૪, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૭૦,૬૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે દારૂનો આ જથ્થો પુરો પાડનાર ગીગનભાઈ તથા વિજયભાઈ રહે.ખામધ્રોળ રોડ વાળા વિરૂધ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તાલુકા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામે સગીર બાળા ઉપર બળાત્કાર, ગર્ભ રાખી દીધાની ફરિયાદ
ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામે બનેલા એક બનાવની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. જેમાં સગીર વયની એક બાળા ઉપર બળાત્કાર ગુજારી અને તેને ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલ વિગત અનુસાર, રાણપુર ગામે રહેતા એક પરિવારની ૧૪ વર્ષની સગીર વયની બાળા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવેલ છે. જેમાં રાણપુર ગામનો વિશાલ ધીરૂભાઈ ડાભી વિરૂધ્ધ ભોગ બનનાર બાળાનાં પરિવારે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપીએ ફરિયાદીનાં ઘરે અવાર-નવાર આવતો હોય અને ફરિયાદીની સગીર વયની દીકરાનાં સંપર્કમાં આવેલ હોય અને તેને લલચાવી-ફોસલાવી અને તેણે એ ના પાડવા છતાં તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી અને તેને પાંચ માસનો ગર્ભ રાખી દીધા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તા.૬-૧૦-ર૦રર પહેલા છેલ્લા એકાદ વર્ષથી બનાવ બન્યાનું ફરિયાદમાં જણાવેલ છે. આ ફરિયાદનાં આધારે પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૭૬(ર), પોકસો એકટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ જૂનાગઢનાં સર્કલ પોલીસ ઈન્સ્પેકટર આર.એમ. વસાવા તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!