Monday, March 20

જૂનાગઢનાં જલારામ ભકિતધામમાં જલારામ જયંતિની શાનદાર ઉજવણી થશે

0

રઘુવંશી લોહાણા સમાજનાં ઈષ્ટદેવ સંત શિરોમણી પૂ. જલારામ બાપાની રર૩મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. આ અંગે અનેક પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન થયું છે ત્યારે જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે આવેલા જલારામ બાપાનાં મંદિરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે તેમ જાણવા મળે છે.
આ અંગેની વિગતો આપતા જલારામ પરીવાર ટ્રસ્ટનાં પ્રો. પી.બી. ઉનડકટ દ્વારા જણાવાયું હતું કે જલારામ જયંતિની ઉજવણીનાં મહાકાર્યમાં, સેવાભાવી ભાઈ-બહેનોની મદદ મેળવવા, જલારામ પરીવાર ટ્રસ્ટ જૂનાગઢનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટે સોશ્યલ મિડીયા દ્વારા જાણ કરતી એક મીટીંગ બોલાવેલી તેમાં સંખ્યાબંધ સેવા આપવા તત્પર એવા ભાઈ-બહેનો ઉમટી પડયા હતાં. લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાનાં હોદેદારો પણ ઉપસ્થિત રહયા હતાં. ભારે ઉત્સાહ અને ઉમંગનાં વાતાવરણમાં જલારામ ભકિતધામ ખાતે તા. ૩૧-૧૦-રરનાં રોજ જલારામ બાપાની રર૩મી જન્મ જયંતિ ઉજવવા માટે સજેસનો મળવા લાગ્યા. વિવિધ કાર્યોની યાદી અને જવાબદારીની વહેંચણી થઈ. દર્શનાર્થીઓનાં બુટ-ચંપલ સાચવવા જેવી કામગીરી પણ કેટલાક સેવાભાવી કાર્યકરોએ સામેથી માંગી લીધી. સ્થળ ઉપર જ દાનનો પ્રવાહ પણ શરૂ થયો. સવારનાં મંગળા આરતી, ધ્વજારોહણ, સુંદરકાંડનાં પાઠ, રાજભોગ આરતી, અન્નકુટ દર્શન, સંત કિર્તન, ર૩૩ દિવડા સાથે મહા સંધ્યા આરતી, સમુહ પ્રસાદ એવા ભાતીગળ કાર્યક્રમોથી વહેલી સવારથી મોડી રાત્રી સુધીનો સમય જલારામમય બની રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!