ખંભાળિયાના જુદા-જુદા વિસ્તારોમાં દીન દયાલ ઔષધાલયનો પ્રારંભ

0

ગુજરાત રાજય ભારતનું ત્રીજા નંબરનું શહેરી વસ્તી ધરાવતું રાજય છે. ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજયની શહેરી વસ્તી ૪૨.૦૬ ટકા છે. હાલ રાજયની આશરે કુલ વસ્તીના ૪૮.૯૦ ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. રાજયમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આરોગ્ય સેવાઓ રાજય પુરી પાડે છે. સરકાર દ્વારા રાજયમાં પચાસ હજારથી વધુ વસ્તી ધરાવતા શહેરો અને જયાં ઝુંપડપટ્ટી વિસ્તાર હોય ત્યાં દીન દયાલ ઔષધાલય શરૂ કરવામાં આવ્યા છે. આ દીન દયાલ ઔષધાલય શરૂ કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદેશ જનસમુદાયની આરોગ્ય સુખાકારી જળવાય અને લોકોને ઘર આંગણે અનુકુળ સમયે સારવાર મળી રહે તેમજ પોકેટ ખર્ચ ઘટાડી શકાય તે માટે જરૂરીયાત મંદોને તજજ્ઞ ડોકટર દ્વારા પ્રાથમિક આરોગ્ય સંભાળની જરૂરી સેવાઓ જેમાં મુખ્યત્વે કુંટુબ કલ્યાણની સેવાઓ, સગર્ભા, સ્ત્રીઓ અને બાળકોને રસીકરણ, ચેપી અને બીનચેપી રોગો, ક્ષય રોગ નિદાન અને સારવાર, માઈનોર અને મેજર ઓપરેશન, વાહકજન્ય અને પાણીજન્ય રોગોનું નિદાન અને સારવાર તેમજ દવાઓ, લેબોરેટરી ટેસ્ટ વિનામૂલ્યે મળી રહે તે માટે સેવા પુરી પાડવામાં આવે છે. ખંભાળિયામાં તાલુકાના શહેરી વિસ્તારમાં સ્થળ જાેધપુર ગેઈટ – ગાંધીજીના પુતળા પાસે, વંડીફળી – આહીરના ડેલા પાસે અને ટાઉનહોલની સામે કુંભાર પાડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમીતિના ચેરમેન નથુભાઈ ચાવડા તેમજ જિલ્લા પંચાયત અને ખંભાળિયા નગરપાલિકાના અન્ય સભ્યોની હાજરીમાં દીન દયાલ ઔષધાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ દીન દયાલ ઔષધાલય પરથી જાહેર રજાના દિવસો સિવાય દરરોજ સાંજે ૫ થી ૯ વાગ્યા સુધી આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લોકો લઈ શકશે. લોકો આરોગ્યલક્ષી સેવા મેળવે અને તેમની આરોગ્ય સુખાકારીમા સુધારો થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર એમ.એ. પંડયાએ અનુરોધ કર્યો છે.

error: Content is protected !!