ગૌસેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા જામકંડોરણાના સાજડિયાળી ગામની પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્યે નોટબુક(ચોપડા) અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગૌ સેવા સમિતિ જામકંડોરણા દ્વારા પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડીની આગેવાનીમાં જામકંડોરણા તાલુકાના સાજડિયાળી ગામના સરકારી શાળાના તમામ બાળકોને ચોપડા(નોટબુક) અને બોલપેન વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જામકંડોરણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયાએ અધ્યક્ષસ્થાને હાજરી આપી હતી. સાજડિયાળી શાળાના પ્રિન્સિપાલ વિજય રાણપરિયાએ શાળાવતી ગૌસેવા સમિતિના સભ્યો અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાની બાળાઓ દ્વારા પુષ્પ આપી મહેમાનોનું સ્વાગત કરાયું હતું. પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને ગૌસેવા સમિતિ દ્વારા થતા સેવાકીય કાર્યો જણાવ્યા હતા. આ કાર્યક્રમમાં સાજડિયાળી સરપંચ કલ્પેશભાઈ રાણપરિયા, માજી સરપંચ ભરતભાઇ રાણપરિયા, હિન્દુ ધર્મ સેના જામકંડોરણા સંગઠન મંત્રી અલ્પેશભાઈ વિષ્ણુસ્વામી, ગૌ સેવા સમિતિના ટ્રસ્ટી વનરાજસિંહ ચૌહાણ, કરણી સેના મહામંત્રી જિતેન્દ્રસિંહ વાળા અને શાળાના સ્ટાફ પરિવાર મિત્રો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રિન્સીપાલ વિજયભાઈ રાણપરિયાએ કર્યું હતું.