જૂનાગઢનો અંધ યુવાન મુંબઈમાં જળક્યો

0

રર વર્ષીય સાહિલ ખાન અંધ હોવા છતાં ગાય છે ગીત : સિંગિંગ સ્પર્ધામાં જૂનાગઢનું નામ રોશન કર્યું

અનેક મુશ્કેલીનો સામનો કરી અંતે હાર ન માની માતા પિતાના સાથ સહકારથી પુત્ર અંધ હોવા છતાં પણ તેને રસ ધરાવનાર સિંગિંગમાં આગળ વધારવાનું કામ કર્યું. અંતે મુંબઈની અંદર યોજાયેલ સીટુ બી સિંગિંગ સ્પર્ધામાં જૂનાગઢના બાવીસ વર્ષીય અંધ યુવાન સાહિલ રિયાઝ ખાન પઠાણએ પ્રથમ ક્રમાંકે ફાઇનલ રાઉન્ડમાં વિજેતા બનીને ગુજરાત તેમજ જૂનાગઢનું નામ રોશન કર્યું છે. આ સાથે જ યુવાનને હવે આગામી સમયમાં ફિલ્મમાં પણ ગીત ગાવાનો મોકો મળશે. આ યુવાનની વાત કરવામાં આવે તો જન્મથી જ તેને આંખોથી દેખાતું નથી માતા પિતાએ ખૂબ તેમના બાળક પાછળ મહેનત કરી. યુવાન સાહિલ ખાનને સિંગિંગનો નાનપણથી જ શોખ હતો. તે પોતાના ઘરે પ્યાનો લઈ અને ગીત ગાવામાં રસ ધરાવતો. બાજુમાં તે જૂનાગઢના સિંગર માધવ સાંગાણી પાસે પ્રેક્ટિસ કરવા જતો અને ત્યાંથી બીજા સ્ટેજ ઉપર પહોંચવામાં યુવાન સફળ રહ્યો છે. સાથે યુવાનના અભ્યાસની વાત કરવામાં આવે તો તેને ૧૨ પાસ કર્યા બાદ બીએસઆઈ કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન બાદ હાલ એમએ કરી રહ્યો છે. આ યુવાન નોકરી માટે અનેક સ્થળ ઉપર ગયો પરંતુ તેને કોઈએ નોકરી ઉપર ન રાખ્યો તેનું કારણ હતું કે, તેને કુદરતી દેખાતું નથી પરંતુ હાલના સમયમાં આ યુવાનને કુદરતી રોશની આવી છે અને બાઈક પણ ચલાવી શકે છે. સાહિલ ખાન સિંગિંગ સ્પર્ધામાં મુંબઈની અંદર પ્રથમ આવતા જૂનાગઢનું નામ તો રોશન કર્યું છે પરંતુ તેમના પરિવારની આશા પૂરી કરતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ઉઠ્‌યો છે અને લોકો આ યુવાનને બિરદાવી રહ્યા છે.(તસ્વીર ઃ અમ્માર બખાઈ)

error: Content is protected !!