સાસણમાં વનરાજાેનું વેકેશન પૂર્ણ : સિંહ દર્શન કરી પ્રવાસીઓ રોમાચીંત બન્યા

0

ગીર સાસણ સફારી પાર્ક ખાતે વનરાજાેની વેકેશન પૂર્ણ થતા ગઈકાલે પ્રવાસી જનતા માટે સિંહ દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દુર-દુરથી આવેલા પ્રવાસીઓએ સિંહનાં દર્શન કરી રોમાચીંત થયા હતા. ચોમાસાના ૪ મહિનાનું વેકેશન પૂર્ણ થતાં સાસણ ગીર જંગલમાં ગઈકાલથી ફરી સિંહ દર્શનનો પ્રારંભ થયો છે.
ગઈકાલે સવારે ૬ઃ૧૫ કલાકે પ્રવાસીઓની પ્રથમ ટુકડી જંગલમાં સિંહ દર્શન માટે રવાના થઈ હતી જેને વન વિભાગના અધિકારીઓ આવકાર્યા હતા અને જંગલ વિષે માહિતી આપી હતી. સાસણ ગીર જંગલમાં ગઈકાલથી સિંહ દર્શન શરૂ થતા જ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો અને પ્રથમ ગ્રુપમાં સભ્યોએ સિંહ દર્શન કર્યા હતા. જેમાં સૌ પ્રથમ પ્રવાસીઓને આવકારી માહિતી આપવામાં આવી હતી. ગીર જંગલમાં સિંહ ઉપરાંત દીપડા અને વન્ય પ્રાણીઓ ઉપરાંત ૩૫૦ જાતના પક્ષીઓ વસવાટ કરે છે જેને નિહાળવાનો મોકો પ્રવાસીઓને મળ્યો હતો. ગઈકાલે સવારે ૬ઃ૩૦ મિનિટથી પ્રવાસીઓના ગ્રુપને જંગલ સફારીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ચોમાસા બાદ ગીર જંગલ હરિયાળું બન્યું છે પ્રકૃતિ ખીલી ઉઠી છે અને જંગલમાં હજુ ઝરણા વહી રહ્યા છે.
આ રોમાંચક દ્રશ્યો નિહાળી પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ગીર જંગલમાં સવારે અને બપોરે એમ બે ગ્રુપમાં સફારી માટે બુકીંગ થઈ રહ્યું છે. જાેકે, મોટા ભાગે ઓનલાઈન બુકીંગ થઈ ગયું હોવાથી સ્થળ ઉપર આવીને ટિકિટ મળે તેવી શકયતા ખૂબ ઓછી છે. જાેકે ગઈકાલેથી જ લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બીજીબાજી જૂનાગઢ ગિરનાર નેચર સફારીનો પણ ગઈકાલથી પ્રારંભ થયો છે.

error: Content is protected !!