ચાર વર્ષ બાદ બુધવારે જૂનાગઢનાં મોંઘેરા મહેમાન બનનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાનથી સ્વાગત માટે ભારે ઉત્સાહ

0

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બુધવારે જૂનાગઢનાં મહેમાન બની રહ્યા હોય ત્યારે જૂનાગઢ શહેરમાં ભારે ઉત્સાહ પ્રવૃતી રહ્યો છે. વડાપ્રધાનનાં આગમનને લઈને તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. ૪ વર્ષ બાદ વડાપ્રધાન જૂનાગઢ ખાતે પધારી રહ્યા હોય જેથી તેમનાં શોભતા સામૈયાની તૈયારીને ઓપ આપવામાં આવી રહી છે. વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી બુધવારે જૂનાગઢ આવી રહ્યા છે. તેમની આ મુલાકાત અને કાર્યક્રમોને લઇ લોકોમાં ભારે ઉત્સાહ ઉમંગ પ્રવર્તે છે. ૧૯ ઓકટોબરના રોજ બપોરના વડાપ્રધાન જૂનાગઢનાં માનવતા મહેમાન બનશે. નરેન્દ્ર મોદી બુધવારે બપોરના ૧ઃ૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિ.ના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતેથી જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લા માટે રૂા.૪૧૬૩.૧૦ કરોડનાં વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત કરશે. પાણી પુરવઠા, મેડીકલ કોલેજ, બંદરોનો વિકાસ, ડ્રેજીંગ યોજનાના કામોના ખાતમુર્હુત પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સંસીદ સભ્ય સી.આર. પાટીલ તથા મંત્રી મંડળના સભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પ્રકલ્પોના ખાતમુર્હુત બાદ પ્રધાનમંત્રી મોદી વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાનની જનસભા, સહિતના કાર્યક્રમોની તૈયારીઓએ તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીની સુરક્ષા તેમજ જનસભાના સ્થળે ડીઆઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શનમાં એસપી રવિ તેજા વાસમ શેટી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કરવામાં આવી છે. જેમાં ચાર ડીવાયએસપી ૧૦ પીઆઇ, ૩૯ પીએસઆઇ, ૬૦૦થી વધુ પોલીસ કર્મીઓ તેમજ અન્ય જવાનો મળી ૭૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. ગઇકાલે રજાના દિવસે પણ વહીવટી તંત્ર દ્વારા કલેકટર રચિત રાજના માર્ગદર્શનમાં વિવિધ તૈયારીઓનો ધમધમાટ રહ્યો હતો. નરેન્દ્ર મોદીના આગમનને ગણતરીના જ કલાકો બાકી હોય પ્રધાનમંત્રીની આગતા સ્વાગતા મુલાકાત સહિતના કાર્યક્રમોમાં કોઇ કચાશ રહે નહિ તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદી ચાર વર્ષ બાદ આવતા હોય જૂનાગઢની સરકારી કચેરીઓ ઇમારતો વગેરે ભવ્ય રોશનીથી સુશોભીત કરવામાં આવેલ છે.

error: Content is protected !!