ખંભાળિયાના સલાયા ગેઈટ વિસ્તારમાં આગનું છમકલું

0

ખંભાળિયાના જુના સલાયા ગેઈટ પાસે આવેલી એક મિલના બંધ વંડામાં ગઈકાલે રાત્રે આશરે આઠેક વાગ્યે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના આ બનાવવા અંગે સ્થાનિક રહીશ દિલીપસિંહ ચાવડા દ્વારા નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવતા અહીંના જિલ્લા ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફ તાકીદે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટર સાથે દોડી આવેલા સંજયસિંહ સરવૈયા, સુખુભા વાઢેર, બ્રિજરાજસિંહ સરવૈયા, સંજય ભાટુ નરેશ ધ્રાંગુ સહિતની ટીમે પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે સમયસર આગ કાબુમાં આવી જતા કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

error: Content is protected !!