જૂનાગઢ મહાનગરમાં સંજરી સોશ્યલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે હિન્દુ મુસ્લિમ સમાજના દાતાઓના સહકારથી છેલ્લા ૧૩ વર્ષથી સમુહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત રવિવારે વિશાળ જનમેદનીની હાજરીમાં યોજાયેલ સમુહ લગ્નમાં ગુલઝાર બાપુના અધ્યક્ષ સ્થાને સાદાત જમાતના પ્રમુખ પરવેઝ બાપુ કાદરીએ કાર્યક્રમને ખુલ્લો મુકેલ હતો. નિકાહ વિધી મન્ઝુર બાપુએ કરાવેલ હતી. આ તકે વર-વધુને નવજીવનના શરૂઆતની શુભ કામના પાઠવવા સીપીએમ આગેવાન બટુકભાઈ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, મેયર ગીતાબેન પરમાર, મોહનભાઈ પરમાર, જીશાન હાલેપૌત્રા-એડવોકેટ, ઈબ્રાહીમભાઈ કુરેશી, રજાકભાઈ મહીડા, નીશાર બાપુ, હાજીભાઈ ઠેબા, કારાભાઈ, હારૂનભાઈ ભટ્ટી, ભરતભાઇ વાંક, શાહીદ બાપુ બુખારી, સબ્બીરભાઈ અમરેલીયા સહિતનાએ હાજરી આપેલ હતી. જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન સોહેલ સિદીકીએ કરેલ હતું. સમુહ લગ્નને સફળ બનાવવા સંજરી સોશ્યલ ટ્રસ્ટના પ્રમુખ વહાબભાઈ કુરેશી, ટ્રસ્ટી હનીફભાઈ રાજસુમરા, અસલમભાઈ શેખ, ઇમ્તિયાઝભાઈ કુરેશી, નુરાભાઈ કુરેશી, ઇફખાન પઠાણ, હનીફખાન પઠાણ, ઝાકીર કુરેશી સહિતનાએ ભારે જહેમત ઉઠાવેલ હતી.