આવતીકાલે વડાપ્રધાન જૂનાગઢમાં સાંસદ દ્વારા પત્રકાર પરીષદ યોજાઈ

0

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જૂનાગઢ પધારી રહયા હોય ત્યારે તેઓનાં આગમનને શાનથી વધાવવા માટે તડામાર તૈયારીને ઓપ આપવામાં આવી રહયો છે. તો બીજી તરફ આજે કૃષિ યુનિ. ખાતે રાજયનાં મંત્રી દેવાભાઈ માલમ તેમજ જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને જૂનાગઢ મનપાનાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જૂનાગઢ ખાતે એક જાહેર સભાને સંબોધનાર હોય તેમજ જૂનાગઢ જીલ્લો તેમજ ગીર સોમનાથ જીલ્લો તથા પોરબંદર જીલ્લાનાં અનેક વિકાસ કાર્યોનાં લોકાર્પણ ખાતમુર્હુત કરનાર હોય તેમજ આવતીકાલનાં કાર્યક્રમની વિગતો પત્રકારોને આપવામાં આવી હતી.

error: Content is protected !!