જૂનાગઢ શહેર-જીલ્લામાં સમાજસેવક તરીકે ભારે લોકચાહના મેળવનાર ભૂતપૂર્વ કોર્પોરેટર મર્હુમ હાજી હુસેનભાઈ હાલાની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ શહેરનાં ચિતાખાના ચોકને હાજી હુસેન હાલા ચોક નામ આપવાનું જૂનાગઢ મહાનગપાલિકા દ્વારા અગાઉ ઠરાવ થયેલ હતો. ૧૯ ઓકટોબરનાં રોજ હુસેનભાઈ હાલાની ત્રીજી પૂણ્યતીથી હોય તે નિમિતે ચિતાખાના ચોકનું હાજી હુસેન હાલા ચોક નામકરણ કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ગીતાબેન પરમારનાં હસ્તે નામકરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે મેયર ગીતાબેન એમ. પરમાર, કમિશ્નર રાજેશભાઈ તન્ના, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત ઈન્દ્રભારતી મહારાજ, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, ધારાસભ્ય-માણાવદર જવાહરભાઈ ચાવડા, ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, દ્ગછહ્લ-ઝ્રછઇડ્ઢ ચેરમેન ડોલરભાઈ કોટેચા, પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહીલ, સ્ટેન્ડીંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, કાળુભાઈ સુખવાણી-મહાસાગર ટ્રાવેલ્સ વાળા, સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી કાર્તીકભાઈ ઉપાધ્યાય, શાશસ પક્ષનાં નેતા કીરીટભાઈ ભીંભા, શહેર પ્રમુખ કોંગ્રેસ અમિતભાઈ પટેલ, શહેર પ્રમુખ ભાજપ પુનીતભાઈ શર્મા, સંજયભાઈ કોરડીયા, મુકેશભાઈ ધોળકીયા, શૈલેસભાઈ દવે, સકસેનાભાઈ, કેશુભાઈ રામભાઈ ઓડેદરા, કોર્પોરેટર લલીતભાઈ પરસાણા, કોર્પોરેટર લલીતભાઈ સુવાગીયા, અશોકભાઈ પોપટ, નીલેશભાઈ રાજા, વિજયભાઈ(આરટીઓ), ગજાનન ભટ્ટી મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. જયારે સાદાતે કીરામ સીબ્તેહુસૈનબાપુ બુખારી(સીનીયર જર્નાલીસ્ટ), ઈમ્તીયાઝબાપુ કાદરી, ફારૂકબાપુ-છોટી હવેલી, અબુમીયા બાપુ-છોટી હવેલી, મુન્નાબાપુ(દાતારવાળા), એઝાઝબાપુ, લતીફબાપુ કાદરી, મોહસીનબાપુ કાદરી, ફૈઝાનબાપુ કાદરી, ફૈઝાનબાપુ ચિસ્તી, પરવેઝબાપુ કાદરી(પ્રમુખ સૈયદ જમાત), અનુબાપુ-ખ્વાજાનગર, અનવરમીયાબાપુ- મૌલાના, શાહીદબાપુ બુખારી, શફીક એહમદ કાદરી, અરશદબાપુ-સેજવાળા, પરવેઝબાપુ કાદરી(છોટી હવેલી), મોઈનબાપુ કાદરી ઉપસ્થિત રહેશે. તેમજ વિશાળ સંખ્યામાં શહેરના વિવિધ ક્ષેત્રનાં આગેવાનો, મુસ્લિમ અગ્રણીઓ, સામાજીક કાર્યકરો ઉપસ્થિત રહેશે તેમ વોર્ડ નં.૮નાં કોર્પોરેટર રઝાકભાઈ હાલાની યાદીમાં દર્શાવ્યું છે.