કૃષિ યુનિ. ગેટ પાસે મનપા દ્વારા મુકવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કટઆઉટ પાસે બેસી સેલ્ફી લેતા લોકો
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂનાગઢમાં આવકારવા માટેની તડામાર તૈયારીઓ વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં ગેટ-ર પાસે એક કટઆઉટ મુકવામાં આવેલ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અત્યંત લોકપ્રિય બનેલા ચાય પે ચર્ચાનાં કાર્યક્રમનું દ્રશ્ય મુકવામાં આવેલ છે અને અહીંથી પ્રસાર થતા લોકો આ દ્રશ્ય અને કટઆઉટ નીહાળવા થંભી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ચાય પે ચર્ચાનાં આ કટઆઉટે ભારે આકર્ષણ જગાવ્યું છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અત્યંત લોકપ્રિય બનેલો ‘ચાય પે ચર્ચા’નાં કાર્યક્રમની સર્વત્ર ચર્ચા અને આમ જનતામાંથી તેને પ્રચંડ આવકાર મળી રહ્યો છે. આ કાર્યક્રમ લોકોમાં સોૈથી વધારે પ્રિય બન્યો છે ત્યારે લોકો લોકપ્રિય વડાપ્રધાન સાથે ચાય પે ચર્ચા કરતા હોય તેવી કલ્પના પણ કરી રહ્યા છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મોંઘેરા મહેમાન બની રહ્યા છે ત્યારે તેનાં આગતા-સ્વાગતા અને આવકારવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે અને લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. શહેરનાં વિવિધ માર્ગો ઉપર બેનરો, કટઆઉટ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત મોતીબાગ વિસ્તારમાં ઈન્દીરા સર્કલથી લઈ કૃષિ યુનિવર્સિટી સુધી ઠેર-ઠેર બેનરો અને કટઆઉટો જાેવા મળી રહ્યા છે. આ ઉપરાંત સરકારી ઈમારતોને લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવેલ છે અને વડાપ્રધાનનો જયાં કાર્યક્રમ થવાનો છે તેવા કૃષિ યુનિવર્સિટીનાં સ્પોર્ટ સંકુલમાં વિશાળ ડોમ ઉભું કરવામાં આવેલ છે તેમજ અનેક સુવિધાઓ સાથે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે. કૃષિ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાનની જાહેર સભા તેમજ વિવિધ વિકાસ કામોનાં લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આવતીકાલે જૂનાગઢ શહેરનાં મોંઘેરા અતિથી નરેન્દ્ર મોદીનું શાનથી સ્વાગતની તૈયારી લગભગ પૂર્ણ થવા આવી છે. ચાર વર્ષ બાદ વડાપ્રધાન જયારે જૂનાગઢનાં આંગણે આવી રહ્યા છે ત્યારે ઉત્સાહનો સાગર છલકી ઉઠયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા થનગનાટ જાેવા મળે છે. આ દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કૃષિ યુનિવર્સિટીનાં ગેટ નં-ર એટલે કે જયાં વડાપ્રધાનનો કાર્યક્રમ થવાનો છે તે યુનિવર્સિટીનાં પ્રવેશ દ્વાર પાસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચાય પે ચર્ચાનું કટઆઉટ મુકવામાં આવેલ છે. જેમાં બેકગ્રાઉન્ડમાં ગિરનારજી મહારાજનાં દર્શન થાય છે અને આ કટઆઉટમાં વડાપ્રધાન ખુરશીમાં બેસી અને ચાય પે ચર્ચાનો કાર્યક્રમ આપી રહ્યા હોય તેવું લાગે છે. અહીંથી પ્રસાર થતા લોકો આ કટઆઉટ પાસે રાહદારીઓ ચિત્ર નીહાળી અને થંભી જાય છે અને ઘણા લોકો આ કટઆઉટમાં નરેન્દ્રભાઈ મોદીનાં સામે મુકવામાં આવેલી ખુરશી ઉપર બેસી અને જાણે વડાપ્રધાન સાથે ચાય પે ચર્ચા અંતર્ગત વાર્તાલાપ કરી રહ્યા હોય તેવી સેલ્ફી લઈ રહ્યા છે. આ કટઆઉટ ખૂબ જ આકર્ષણ જગાવ્યું છે. જૂનાગઢ મનપાએ ચાય પે ચર્ચાનું જે કટઆઉટ મુકયું છે અને વડાપ્રધાન જાણે ચાય પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢવાસીઓની દાદ-ફરિયાદ અને સમસ્યા સાંભળી જાણે એવું વચન આપી રહ્યા છે કે, જૂનાગઢવાસીઓ તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આમ જનતાનાં પ્રશ્નો અને સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ આવી જશે અને જૂનાગઢ શહેર અને જીલ્લાને વિકાસની ઉંચાઈએ લઈ જવાનું મારૂ એક સ્વપ્ન છે અને આ સ્વપ્ન આપણે સાકાર કરવું છે તેવો દ્રઢ નિર્ધાર જાણે વ્યકત થઈ રહ્યું હોય તેવું દ્રશ્ય જૂનાગઢવાસીઓ કલ્પના કરી રહ્યા છે. આવતીકાલે જયારે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે જાહેર સભા સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહેનાર છે ત્યારે લોકોએ સેવેલી અપેક્ષા અંતર્ગત વડાપ્રધાન જૂનાગઢ જીલ્લાની જનતાને દિવાળીની અમૂલ્ય ભેટ આપે તેવી અપેક્ષા આમ જનતા સેવી રહ્યા છે. તેમજ જૂનાગઢ શહેર તથા જીલ્લાની જનતા આતુરતા પૂર્વક રાહ જાેઈ રહી છે.