નરેન્દ્રભાઇની જૂનાગઢમાં સભાને લઇને હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલીંગ : ચૂસ્ત બંદોબસ્ત

0

૭ એસપી, ૧૮ ડીવાયએસપી, ૧ર૭ પીએસઆઇ સહિતનાં જવાનો તૈનાત

ચાર વર્ષ બાદ આવતીકાલે જૂનાગઢ આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે સોરઠનાં લોકોમાં ઉત્સાહ-ઉમંગ સાથે ભારે થનગનાટ પ્રવર્તે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે સવારથી ફરી ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે આવી રહ્યા છે તેઓ તેમનાં પ્રવાસનો પ્રારંભ અમદાવાદ ખાતેથી કરશે. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી ડિફેન્સ એકસપોની શરૂઆત કરાવી અને અડાલજ મંદિરની મુલાકાત લઇ તેમજ મિશન સ્કૂલ આરે એકસેલન્સ અંતર્ગતનાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા બાદ રાજકોટ પહોંચશે. રાજકોટથી નરેન્દ્ર મોદી જૂનાગઢ આવશે બપોરનાં ૧ઃ૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિ.નાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતેથી વડાપ્રધાન જૂનાગઢ પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાનાં રૂા.૪ હજાર કરોડનાં વિકાસ કામોનો પ્રારંભ કરાવશે અને જાહેર સભાને સંબોધશે. નરેન્દ્ર મોદીની જૂનાગઢ મુલાકાત દરમ્યાન તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદીની જૂનાગઢ મુલાકાતની તૈયારીઓ-વ્યવસ્થાઓને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની જૂનાગઢ મુલાકાત અને જાહેરસભાને લઇ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમ પૂર્વે હેલિકોપ્ટર દ્વારા સભા સ્થળ તેમજ આસપાસના વિસ્તારોનું પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. સભા સ્થળ સહિતની જગ્યાએ સ્નીફર ડોગ, બોંબ ડીસ્પોઝેબલ ટીમ, ઉપરાંત ૭ એસપી, ૧૮ ડીવાયએસપી, ૧ર૭ પીએસઆઇ ૧૪પ૬ પોલીસ કર્મીઓ ઉપરાંત અન્ય સુરક્ષા જવાનો ખડેપગે રહેશે તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ એલર્ટ રહેશે.

error: Content is protected !!