જૂનાગઢમાં એચડીએફસી બેંકમાંથી લીધેલ લોનનાં હપ્તાની રકમ લેવા જતા હુમલો : સામસામી ફરિયાદ

0

જૂનાગઢમાં એચડીએફસી બેંકમાંથી લીધેલ લોનનાં હપ્તા લેવા જતા હુમલાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદનાં પ્રભાતનગર, ગણેશ મંદિર પાસે રહેતા વિરલભાઈ કાનજીભાઈ વંશ(ઉ.વ.૩૮)એ મહંમદ આરીફ મુસાભાઈ કચરા રહે.જૂનાગઢ તથા શકીલ ઉર્ફે જાેન્ટી રહે.વંથલી તથા ત્રણ અજાણ્યા શખ્સો વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપી નં.૧એ એચડીએફસી બેંકમાંથી લોન લીધેલ હોય જે લોનનાં હપ્તા ચાર ચડત થયેલ હોય અને ફરી બેંકમાં હંગામી રીતે લોન રીકવરીમાં કામ કરતા હોય અને લોનનાં હપ્તાની રકમ લેવા જતા તે મનદુઃખનાં કારણે આ કામનાં પાંચેય આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીનો કાઠલો પકડી થપ્પડ મારી, બિભત્સ શબ્દો કહી અને ઢીકાપાટુનો માર મારી પાંચેય આરોપીઓ નાશી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. જયારે આ જ બનાવનાં અનુસંધાને સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જૂનાગઢનાં ઢાલરોડ ચંપા ફળીયા નજીક રહેતા આરીફભાઈ મુસાભાઈ કચરા(ઉ.વ.૪૦)એ વિરલભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીએ એચડીએફસી બેંકમાંથી લોન લીધેલ હોય અને આરોપી લોનનાં હપ્તા લેવા ફરિયાદી પાસે ગેરેજે આવેલ અને હપ્તાનાં ૧૩ હજારમાંથી ૮ હજાર આપી દીધેલ છે તેમ ફરિયાદીએ કહેલ અને હવે રૂા.પ હજાર આપવાનાં છે પણ મારી પાસે ૩ હજાર રૂપિયા છે તેમ વાત કરતા આ બેંકનાં હપ્તા લેવા વાળો આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગેરેજની બહાર ફાવે તેમ ગાળો આપી થપ્પડો માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ વી.ડી. ગીયડ ચલાવી રહ્યા છે.

જૂનાગઢમાં પાન-બીડીનાં બાકી રૂપિયાની ઉઘરાણી કરતા હુમલો : ચાર સામે ફરિયાદ
જૂનાગઢનાં ખામધ્રોળ રોડ, કેમ્બ્રીજ સોસાયટી, યમુના નગર-૧માં રહેતા સીરાજભાઈ સીલેમાનભાઈ નોયડાએ યુનિશ પલેજા, નજીર યુનિશ, અરબાસ યુનિશ, અબ્દુલ કુરેશી રહે. બધા રામદેવ પરા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીને સંજરી પાનનો ગલો હોય આ કામેનાં આરોપી નં.૧ તથા ર પાસે પાન-બીડીનાં એક હજાર રૂપિયા બાકી હોય જેની ઉઘરાણી કરતા આ કામનાં ફરિયાદી સાથે ઝઘડો થયેલ હોય જેનું મનદુઃખ રાખી ચારે ભેગા મળી ફરિયાદીની ન્યું સંજરી પાનની દુકાન ખાતે મોટરસાઈકલમાં આવી લાકડાઓનાં ધોકા વડે ફરિયાદીને તથા કાકાનાં દિકરા જુનેદ(ઉ.વ.૧૪) વાળાને શરીરે આડેધડ મુઢમાર મારી ઈજા પહોંચાડયાની તેમજ દુકાનમાં તોડફોડ કરી આશરે ૧૦ હજારનું નુકશાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ પી.એસ. આત્રોલીયા ચલાવી રહ્યા છે.

જૂનાગઢ : મજુરીનાં પૈસા માંગતા માર મારી સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપી
જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં જાંબુડી ફોરેસ્ટ નાકા ચાર રસ્તા પાસે બનેલા બનાવમાં સુનિલભાઈ હમજીભાઈ પરમાર(ઉ.વ.૩૩) રહે.સરદાર બાગ, ફોરેસ્ટ કોલોની, ત્રણ માળીયા, બ્લોક નં.એસ/૧ વાળાએ જૂનાગઢનાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર જે.એ. મીયાત્રા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી ફોરેસ્ટ ગાર્ડમાં ફરજ બજાવતા હોય અને પોતાની બીટ વિસ્તારમાં વરસાદનાં પાણીનાં કારણે ધોવાઈ ગયેલ રસ્તા મજુરો મારફતે રીપેર કરાવેલ જેનાં પૈસા તેઓએ ચુકવેલ હોય અને પૈસાની જરૂરિયાત પડતા આ કામનાં આરોપી રેન્જ ફોરેસ્ટર મીયાત્રા પાસે આ મજુરીનાં ચુકવેલ પૈસા માંગતા આરોપીએ ફરિયાદીને કહેલ કે, શું પૈસા માંગા-માંગ થયો છે ? તેમ કહી ઉશ્કેરાઈ જઈ ભુંડી ગાળો આપી આડેધડ પેટમાં, છાતીમાં તથા માથા ઉપર તથા પગનાં ભાગે ઢીકાપાટુથી મારમારી સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ વાય.એમ. સીડા ચલાવી રહ્યા છે.

કેશોદનાં કરેણી ગામ નજીકથી ઇંગ્લીશ દારૂનો કારમાંથી જથ્થો ઝડપાયો
કેશોદ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ લખમણભાઈ અને સ્ટાફે કરેણી ગામે પ્રાચલી રોડ ઉપરથી સફેદ કલરની હુન્ડાઈ કંપનીની કાર નંબર જીજે-ર૭-એએ-૪૧૧૧નાં અજાણ્યા ચાલક કે જે રેડ દરમ્યાન હાજર નહી મળી આવેલ તે અજાણ્યા આરોપીએ ગેરકાયદેસર વગર પાસ-પરમિટ વગર પોતાની કારમાં ડ્રાઈવર સીટની બાજુનાં ભાગે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ર તથા કારની ડેકીમાં બોટલ નંગ-૩૦ મળી આવેલ પોલીસે કાર તથા દારૂનો મુદ્દામાલ મળી કુલ રૂા.ર.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી હાજર નહી મળી આવેલ કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે.

error: Content is protected !!