ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વિકાસ ગાથા દર્શાવાતી ગુજરાત ગૌરવ યાત્રા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દેવભૂમિ દ્વારકાથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. યાત્રાનાં ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ ભાજપનાં ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ઉપાધ્યક્ષ જેન્તીભાઇ કવાડીયા, ધનસુખભાઇ ભંડેરી તથા અભયસિંહ ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ પ્રદેશનાં વિવિધ પ્રકલ્પોનાં ૩૪ હોદેદારોની ટીમ સાથે યાત્રાએ ૨૨ વિધાનસભામાં જાહેર સભા કરી હતી અને રૂટ ઉપરનાં શહેરો અને ગામડાઓમાં ૬ લાખ લોકોનો સંપર્ક કરી ભરોસાની ભાજપ સરકારનાં વિકાસ કાર્યો અંગે માહિતગાર કર્યા હતા. આ યાત્રામાં અલગ-અલગ વ્યવસ્થા માટે ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં કન્વિનર યજ્ઞેશભાઇ દવે દ્વારા મિડિયા વિભાગની જવાબદારીમાં જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની પણ પસંદગી કરવામાં આવી હતી. જેમાં તેમની સાથે પ્રદેશ મિડીયામાં રાજુભાઇ ધ્રુવ, શૈલેષ પરમાર, હિરેન કોટક, સુરેશ માંગુકીયા અને મુકેશ બુદેલા સાથે રહ્યા હતા. ૧૨ ઓક્ટોબરથી દ્વારકા જીલ્લાથી શરૂ થયેલ ગુજરાત ગૌરવ યાત્રા જામનગર જિલ્લા, રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લા, સુરેન્દ્રનગર જીલ્લા તથા પોરબંદર જીલ્લા ખાતે ફરી હતી. જે ૧૮ ઓક્ટોબરનાં રોજ પોરબંદર સુદામા ચોક ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી ડો. ભાગવત કરાડજી, ડો. ભરતભાઈ બોઘરા, મહેશ કસવાલા તથા પોરબંદર જીલ્લાનાં પદાધિકારીઓ, હોદ્દેદારો તથા યાત્રાનાં ઇન્ચાર્જઓની ઉપસ્થિતિમાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.