વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અર્થે જૂનાગઢ આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સોરઠ પ્રદેશના પ્રજાજનોમાં ભારે ઉત્સાહ છવાયો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની પૂર્વેની સંધ્યાએ જૂનાગઢ શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ રોશનીના જળહળાટથી જૂનાગઢની ઐતિહાસિક સહિતની ઇમારતોએ નવા રંગરૂપ ધારણ કર્યા છે. આમ જૂનાગઢ શહેર રોશનીથી જગમગી ઊઠવાની સાથે એક નવોઢા નવો જેવા શણગાર સજ્યો હોય તેવું શોભયમાન થઈ રહ્યું છે.