નરેન્દ્ર મોદી સોરઠ આવે તો મારા પગમાં હિંમત આવી જાય છે : બંને પગથી ૮૦ ટકા દિવ્યાંગ કિટડીયા અબુલભાઇનો અનેરો ઉત્સાહ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જૂનાગઢ ખાતે જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રૂા.૪૧૫૫.૧૭ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમૂહુર્ત તથા વિકાસ કામોની જાહેરાત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના પનોતા પૂત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા. આ પ્રસંગે કેશોદ તાલુકાના જાેનપુર, અગતરાયના ૪૨ વર્ષીય દિવ્યાંગ કીટડીયા અબુલભાઇ નરેન્દ્ર મોદીને ખાસ સાંભળવા આવ્યા હતા. આ પ્રસંગે અબુલભાઇએ કહ્યું કે, સોરઠના આંગણે મોદી આવે તો મારા પગમાં પણ હિંમત આવી જાય છે. બંને પગથી ૮૦ ટકા દિવ્યાંગ એવા અબુલભાઇએ વધુમાં વધે કહ્યું કે, સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા કાર્ડ દ્વારા બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવા મળે છે. નરેન્દ્ર મોદી તથા ભૂપેન્દ્ર પટેલની સરકારે દિવ્યાંગોના કલ્યાણ માટે યોજનાઓ અમલી બનાવી છે. આ બદલ હું તેમનો આભાર પણ વ્યક્ત કરૂ છું.

error: Content is protected !!