Friday, September 22

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂનાગઢ કાર્યક્રમમાં સાંભળવા આવતા વરિષ્ઠ નાગરિકોના પ્રતિભાવો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પાવન ભૂમિ જૂનાગઢ ખાતે વિકાસના કામોની ભેટ લઈને આવ્યા હતા. આ તકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક માણવા માટે બાળકો, યુવાનો, વડીલો, વૃદ્ધો, માતાઓ બહેનો, સાધુ સંતો સહિત સૌ કોઈ જૂનાગઢ સ્પોર્ટ્‌સ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જૂનાગઢમાં રહેતા અને ૪૧મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એટલેટીક્સ ચેમ્પિયનશિપ-૨૦૨૨માં ૫ કિલોમીટર દોડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર વરિષ્ઠ નાગરિક ભાનુમતિબેન પટેલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ તકે ભાનુમતિબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ખેલનીતિ સારી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર ‘ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ને યુવાનો સાર્થક કરી રહ્યા છે. આ સાથે સાથે બાળકો અને વડીલો પણ રમત ગમત ક્ષેત્રે પોતાનું કૌવત બતાવી રહ્યા છે. ભાનુમતિ બહેને વધુમાં કહ્યું કે, હું છેલ્લા ૧૫ વર્ષથી દોડની સ્પર્ધામાં ભાગ લઉં છું અને દરરોજ ૧૫ કિલોમીટર જેટલું ચાલુ છું. ભાનુમતિબેન પટેલ જેમ જૂનાગઢ સહિત આજુબાજુના જિલ્લાના અનેક વરિષ્ઠ નાગરિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!