જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિરે આવતીકાલથી દિપોત્સવ પર્વની ઉજવણીનો પ્રારંભ

0

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર કે જયાં ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો અહી આવનારા ભકતજનોની અને હરીભકતોની મનોકામનાં પૂર્ણ કરે છે લોકોની આસ્થાનાં કેન્દ્ર સમા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલથી જ દિપાવલી અને નૂતનવર્ષનાં તહેવારોની ઉજવણીનો ભકિતભાવ પૂર્વક પ્રારંભ થઈ રહયો છે. અને આ તહેવારોની ઉજવણી દરમ્યાન ભાવિકો અને હરીભકતોને દર્શનનો લાભ લેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલ તા. રર શનિવારથી તા. ર-૧૧-રર સુધી દિપોત્સવી પર્વની ઉજવણી ધર્મોત્સવની ઉજવણી મંદિરનાં ચેરમેન દેવનંદનદાસજી સ્વામી અને કોઠારી પ્રેમસ્વરૂપદાસજી તેમજ પીપી સ્વામીનાં માર્ગદર્શન હેઠળ આ પર્વની ઉજવણી અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે. કોઠારી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે આવતીકાલ તા. રરને શનિવારથી આ દિપોત્સવી પર્વની ઉજવણીનો ધનતેરસથી પ્રારંભ થશે. જેમાં બપોરે ૧ર.૩૦ થી ૧.પ૦ સુધી ધનપૂજન કરાશે. તેમજ તા. ર૪ને સોમવારનાં કાળી ચૌદસ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ હનુમાનજીની પુજા કરાશે. અને સાંજે ૪.૩૦ થી ૬.૧પ ચોપડા પુજન, ૬ કલાકે લક્ષ્મીપૂજન અને સાંજે ૭ થી રાત્રે ૧૦ સુધી દિપાવલી પર્વ ઉજવાશે. તા. ર૬ને બુધવારે નૂતનવર્ષ સવારે ૬.૩૦ કલાકે અન્નકુટ આરતી, દિવાળીનાં દિવસે ગ્રહણ હોવાથી તા. ર નવેમ્બર બુધવારનાં સવારે ૯ કલાકે પૂજન થશે. બપોરે ૧ર કલાકે અન્નકુટોત્સવ ભગવાનને અન્નકુટ ધરાવાશે. અને અન્નકુટ દર્શન યોજાશે. આ ધર્મોત્સવમાં જે હરીભકતો સેવા નોંધાવવા ઈચ્છતા હોય તેમણે ઓફિસમાં તથા મો. નં. ૯૮૭૯પ પ૧૬૮૦ ઉપર સંપર્ક સાધવો. અને આ ધર્મોત્સવનો લાભ લેવા ધર્મપ્રેમી જનતા હરીભકતોને મહંત શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) તથા કોઠારી કો. પી.પી. સ્વામીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

error: Content is protected !!