દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ છવાયેલો છે અને આજથી આગીયારસનાં દિવસથી જ તહેવારોની ઉજવણીનો પ્રારંભ થયો છે અને જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં ઉત્સાહનો માહોલ પ્રવર્તિ રહ્યો છે.
દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો એટલે રોશની અને પ્રકાશનો આ તહેવાર છે. જાકજમાણ તેમજ લાઈટ ડેકોરેશન સહિતની રોશનીઓ કરવામાં આવી છે. સતત તહેવારોની શ્રૃખંલા શરૂ થાય તેવા આ માહોલમાં લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જાેવા મળે છે. આજ અગીયારસનાં દિવસથી જ તહેવારોની ઉજવણીનો પ્રારંભ થયો છે તે છેક દેવ દિવાળી સુધી સતત ચાલુ રહેશે. આજે અગીયારસ, આવતીકાલે બારસ, ધનતેરસ, કાળીચોૈદશ, દિપાવલી, બેસતું વર્ષ, ભાઈબીજ, જલારામ જયંતી, દેવ દિવાળી સહિતનાં પર્વ આવી રહ્યા છે ત્યારે સોૈરાષ્ટ્રભરમાં આ તહેવારોને ઉજવવા ભારે થનગનાટ જાેવા મળી રહ્યો છે. તહેવારોનાં આ દિવસોમાં લોકો ઘર આંગણાની સજાવટ તેમજ પોતાનાં આંગણામાં આકર્ષક રંગોળી બનાવતા હોય છે અને દરવાજે આસોપાલવનાં તોરણ તેમજ લાઈટની સીરીઝો ગોઠવવામાં આવે છે. બજારોમાં દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોને લઈને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી પણ વિશેષ જાેવા મળી રહી છે. પાનદાની, મુખવાસ દાનીથી લઈ મીઠાઈ, વસ્ત્રો, લાઈટ ડેકોરેશન, ઘર સજાવટની વસ્તુઓ લોકો હોંશે-હોંશે ખરીદી રહ્યા છે. આ સાથે ફટાકડા બજારો પણ ઠેકઠેકાણે શરૂ થઈ ચુકી છે. જાેકે, ફટાકાડાનાં ભાવો આસમાને પહોંચી ગયા છે અને આ કમરતોડ ભાવ વધારામાં લોકો મન મુકીને ખરીદી કરી શકતા નથી. અગાઉ સો રૂપિયાનાં ઢગલો મોઢે ફટાકડા આવતા હતા જયારે આજે રૂા.૧૦૦૦ દેવા છતાં પણ એક ઝબલું ભરાઈ એટલા જ ફટાકડા આવે છે. તેમ છતાં સોૈરાષ્ટ્રની તાસીર એવી છે કે, મોઢુ લાલ રાખીને પણ તહેવારોની ઉજવણી શાનથી કરવી તેમ આગામી તહેવારોને ઉજવવા માટે લોકોમાં થનગનાટ સાથે ભારે ઉત્સાહ પ્રગટી ગયો છે. સોના-ચાંદીથી લઈ વિવિધ બજારોમાં સાંજનાં સમયે ખરીદી જાેવા મળી રહી છે. આ ઉપરાંત તહેવારોનાં દિવસોમાં ધાર્મિક સ્થળો અને દેવ મંદિરોમાં પણ વિશેષ પૂજાનાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.