ખંભાળિયામાં નવ નિર્મિત ડિસ્ટ્રીકટ કોર્ટનું આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જે અંતર્ગત આજરોજ શનિવારે સાંજે ચારથી છ દરમ્યાન ઈ-લોકાર્પણ સમારોહ અત્રે સલાયા રોડ ખાતે નવા ડીસ્ટ્રીક્ટ કોર્ટે બિલ્ડીંગ ખાતે રાખવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાનાર આ ઈ-લોકાર્પણ સમારોહમાં સુપ્રીમકોર્ટના જજ એમ.આર. શાહ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર તેમજ રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે. જ્યારે ખંભાળિયામાં પણ જજ, વકીલો વિગેરે સાથે જાેડાશે.

error: Content is protected !!