Tuesday, March 21

સોમનાથમાં દિવાળી પર્વમાં ભાવિકોનો ઘસારો

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં પ્રવાસી, યાત્રિકોનું આગમન થઈ ચુકયું છે. આ વર્ષે પહેલીવાર સ્કુલ, કોલેજાેની જે ટુર નાતાલ કે શિયાળા વેકેશનમાં આવતી હતી તે દિવાળીનાં પર્વમાં આવવા લાગી છે. સોમનાથ મંદિરમાં મોબાઈલ, લગેજ, દર્શન કરવા જતી વખતે લઈ જવા પ્રતિબંધ હોય જેથી તે વિના મુલ્યે મંદિર બહાર સાચવવા માટે સોમનાથ ટ્રસ્ટનાં જનલર મેનેજર વિજયસિંહ ચાવડાએ ખાસ દિવાળી યાત્રિકોનાં ઘસારાને અનુલક્ષી વધારાનાં મોબાઈલ સાચવવાનાં કન્ટેનરો કાર્યરત કરી દીધા છે. જેમાં અંદાજે ૯૦૦ થી ૧૦૦૦ બોકસ હશે અને એક બોકસમાં એક જ પરીવાર-સંસ્થાનાં ૮ જેટલા મોબાઈલો સાચવી શકાશે. અને આ બુથોમાં કુલ ૧૦થી ૧ર મહિલા કર્મચારીઓને કામે લગાડી દેવામાં આવેલ છે. આમ જેમાં ૯પ ટકા સ્ટાફ મહિલાઓ સંચાલીત હશે. સોમનાથ મંદિર પાસેનાં જુના પથિકાશ્રમ રોડ ઉપર હસ્તકલા વેંચાણ કેન્દ્રોનાં સ્ટોલો તા. રર થી ર૪ લગાવાયા છે. જેમાં ગ્રામ્ય કારીગરો દ્વારા બનાવાયેલ વિવિધ વસ્તુઓનું વેંચાણ યાત્રિકો-પ્રવાસીઓ માટે સુલભ બનાવાયું છે.

error: Content is protected !!