આસો વદ ચૌદશને સોમવાર તા.ર૪-૧૦-૨૨ના દિવસે દિવાળી છે અને સાંજે ૫ઃ૨૬ સુધી ચૌદશ તિથી છે ત્યાર બાદ અમાસ છે. દિવાળીનું મહત્વ દીપાવલીનું મહત્વ (૧) આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો. (૨) શ્રી રામ ચંદ્ર ભગવાન રાવણને મારી વિજય મેળવી અને દીવાળીના દિવસે અયોધ્યા પરત પધાર્યા હતા. (૩) ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય સુરાજ્ય શાસન પર્વની સ્થાપના આ દિવસે કરી હતી. (૪) શ્રી કૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો અને બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો હતો. (૫) પાંડવો ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને હસ્તિનાપુર પધાર્યા તે દિવસ હતો. દિવાળીનો આમ અલગ અલગ પ્રકારે દીપાવલીનું મહત્વ રહેલું છે. પુરાણમાં મહત્વ આપણા હ્દ પુરાણ, પદમ પુરાણ, ભવિષ્ય પુરાણ ગ્રંથોમાં જુદી-જુદી રીતે દિવાળીનું મહત્વ છે. તેમાં ખાસ કરીને બ્રહ્મ પુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે. આથી જ લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે. ચોપડા પૂજનનું મહત્વ મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપ છે. દિવાળીના ચોપડા પૂજનમાં કલમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીજીનો સિક્કો ચોપડા ઉપર રાખી પૂજન કરવામાં આવે છે અને મહા સરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરરવતી માતાજી તરીકે પૂજવામાં આવે છે. આમ ચોપડા પૂજનમાં મહાકાલી મહાલક્ષ્મી-મહા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે અને છેલ્લે લક્ષ્મી લા લાભવ બોલવામાં આવે છે. એટલે કે, મહા લક્ષ્મીજીની કૃપાથી અમાસે વ્યાપાર સવાયો થાય. અષ્ટ લક્ષ્મીના નામ, ૧. ઓમ આઈ લક્ષ્મયૈ નમઃ, ૨. ઓમ વિઘા લક્ષ્મી નમઃ, ૩. ઓમ સોભાગ્ય લક્ષ્મી નમઃ, ૪. ઓમ અમૃત લક્ષ્મી નમઃ, ૫. ઓમ કામ લક્ષ્મી નમઃ, ૬.ઓમ સત્ય લક્ષ્મી નમઃ, ૭.ઓમ ભોગ લક્ષ્મી નમઃ, ૮.ઓમ યોગ લક્ષ્મી નમઃ.
દિપાવલીના શુભ મુહૂર્ત : દિપાવલીના શુભ મુહૂર્તની યાદી દિવાળીના દિવસે દિવસના શુભ ચોઘડિયાની યાદી અમૃત ૬ઃ૪૮ થી ૮.૧૪, શુભ ૯ઃ૩૯ થી ૧૧ઃ૦૫, ચલ ૧ઃ૫૭ થી ૩ઃ૨૨, લાભ ૩ઃ૨૨ થી ૪ઃ૪૮, અમૃત ૪ઃ૪૮ થી ૬ઃ૧૪ છે. રાત્રિના શુભ ચોઘડિયાની યાદી ચલ ૬ઃ૧૪ થી ૭ઃ૪૮, લાભ ૧૦ઃ૫૭ થી ૧૨ઃ૩૧, શુભ ૨ઃ૦૫ થી ૩ઃ૪૦, અમૃત ૩ઃ૪૦ થી ૫ઃ૧૪ છે. બપોરે અભિજીત મુહૂર્ત ૧૨ઃ૦૮ થી ૧૨ઃ૫૪, સાંજે પ્રદોષકાળનું શુભ મુહૂર્ત ૬ઃ૧૪ થી ૮ઃ૪૪, રાત્રે નિશિથકાળનું શુભમુહૂર્ત ૧૨ઃ૦૬ થી ૧૨ઃ૫૬ છે.