જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્ર દિપાવલીનાં રંગે રંગાયું

0

સોમવારે દિવાળી, મંગળવારે ધોકો અને બુધવારે બેસતા વર્ષ સાથે ઠેર-ઠેર સ્નેહમિલનનાં કાર્યક્રમો

પ્રકાશનાં પર્વ એવા દિપોત્સવી પર્વને હવે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે ત્યારે દિવાળીનાં આ તહેવારોને ઉમંગભેર, ઉત્સાહભેર અને હર્ષોઉલ્લાસથી ઉજવવા માટે જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં અને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. સોમવારે દિવાળી, મંગળવારે ધોકો, બુધવારે બેસતા વર્ષ સાથે ઠેર-ઠેર સ્નેહમિલનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. દિપાવલીનાં પર્વની ઉજવણીનો પ્રારંભ આમ જાેવા જાેઈએ તો ગઈકાલે એકદશીથી જ શરૂ થઈ ગયો છે પરંતુ તેમ છતાં આજનાં દિવસથી દિપાવલી પર્વની શ્રૃંખલા શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર સહિતનાં જીલ્લાઓ અને શહેરોમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોને લઈને બજારોમાં ધૂમ ખરીદી ઉઠાવા લાગી છે. તહેવારોની ઉજવણીમાં શરૂઆત આપણે પૂજનથી અને દિવળા પ્રગટાવવાથી થતી હોય સાથે જ આસોપાલવનાં ઘર આંગણે તોરણ બાંધી અને તહેવારોને લોકો ઉજવી રહ્યા છે. આજે વહેલી સવારે ગૃહણીઓએ પૂજન વિધી સાથે ઘરનાં દરવાજે તોરણ બાંધી અને લક્ષ્મીજીનાં પગલા આકારી અને સરસ મજાની રંગોળી સાથે તહેવારની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. સાંજનાં સમયે પણ લોકો પોતાનાં ઘરે તેમજ ગેલેરીમાં, છત ઉપર દિવળા પ્રગટાવી અને પરમ કૃપાળુ પરમાત્મા અને મહાલક્ષ્મી માતાજીની કૃપા વર્ષે તે માટે પ્રાર્થના કરતા હોય છે. આજે ડીજીટલ યુગમાં ભારત પ્રવેશી ગયું છે તેમ છતાં દિવાળીનાં દિવસે વેપારીઓ દ્વારા ચોપડા પૂજનનાં કાર્યક્રમો થતા હતા તે પ્રમાણે આજે પણ ધનતેરસનાં દિવસે વ્યવસાયીક પ્રતિષ્ઠાન તેમજ ઘરે પૂજનનાં કાર્યક્રમો તેમજ દિવાળીનાં દિવસે ચોપડા પૂજનનાં કાર્યક્રમો પણ ઉત્સાહભેર યોજવામાં આવે છે. તહેવારોમાં ઉજવણીનો માહોલ શરૂ થાય એટલે બજારોમાં ખરીદી પણ નીકળે. સોૈરાષ્ટ્રની બજારોમાં પાનદાની, મુખવાસદાનીથી માંડી મીઠાઈ-ફરસાણ સહિતની માર્કેટોમાં ભરચક ગીરદી જાેવા મળે છે અને સર્વત્ર ઉત્સાહનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. તહેવારોની આ ઉજવણીમાં ફટાકડાની આતશબાજી પણ દિવાળી અને નૂતન વર્ષનાં દિવસે થતી હોય છે. દેવ મંદિરો અને દેવ સ્થાનોમાં મંદિરોને વિશેષ શણગાર કરવામાં આવેલ છે અને દિપોત્સવ પર્વનાં ઉજવણી નિમિતે પૂજન, અર્ચન, આરતી, અન્નકુટ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નવા વર્ષને આવકારવા અનેક પ્રકારનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સ્નેહમિલનનાં કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત સોમવારે દિવાળી પર્વ ઉજવાશે અને રાત્રીનાં ફટાકડાની આતશ બાજી સાથે નવા વર્ષનાં આગમનને વધાવવામાં આવશે.

error: Content is protected !!