દ્વારકામાં જલારામ બાપાની જન્મ જયંતિ ભકિતભાવપૂર્વક ઉજવાશે

0

શિરોમણી જલારામ બાપાની રર૩મી જન્મ જયંતિ તા. ૩૧-૧૦-રર સોમવારનાં રોજ દ્વારકા ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. દ્વારકાની જલરામ સોસાયટીમાં આવેલા જલારામ બાપાનાં મંદિરે સવારે ૮ કલાકે અભિષેક પૂજા, ૧૦ કલાકે ધ્વજાજીનું પૂજન, ૪ કલાકે જલારામ બાપાની મહાઆરતી તેમજ અન્નકુટ દર્શન યોજવામાં આવશે. જયારે શોભાયાત્રા સાંજે પ કલાકે નીકળશે. જે સાંજે ૭ થી ૧૦ દરમ્યાન લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થશે. આ તકે ૯૪મો સદગુરૂ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન તા. ૩૧મીએ સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ દરમ્યાન લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવશે.

error: Content is protected !!