જૂનાગઢ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવી એ ભાજપ માટે પેચીદો પ્રશ્ન

0

આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીનો નગારે ઘા વાગ્યો છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્શ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને જીલ્લા મથકોએ દિવસ દરમ્યાન ભારે ધમધમાટ જાેવા મળ્યો હતો. છેલ્લા બે દિવસ થયા જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠક વિસાવદર, માણાવદર, માંગરોળ, કેશોદ અને જૂનાગઢની પ્રતિષ્ઠાનાં જંગ સમી બેઠક માટે ઉમેદવારોને પસંદ કરવા માટે સેન્શ લેવાની કાર્યવાહી પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી. અને ગઈકાલે આ કાર્યવાહી સંપન્ન થઈ છે. બે દિવસ દરમ્યાન આ બેઠક માટે સંભવિત ઉમેદવારોએ પોતાનાં ટેકેદારો સાથે રજુઆતો કરી હતી. પ્રદેશ નિરીક્ષકોએ તેઓની રજુઆત સાંભળી અને પોતાનો અહેવાલ પ્રદેશ કક્ષાએ સુપ્રત કર્યા બાદ જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠકનાં ઉમેદવારો જાહેર કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે વિસાવદર અને માણાવદરની બેઠક ઉપર ચુંટણી લડવા માંગતા ઉમેદવારોનો ઘસારો ઓછો જાેવા મળ્યો હતો. જયારે કેશોદ, જૂનાગઢ બેઠક માટે ભારે ઘસારો જાેવા મળ્યો હતો. ખાસ કરીને જૂનાગઢ વિધાનસભાની બેઠક માટે એકથી વધારે લોકોએ આ બેઠક ઉપર ચુંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે. લોહાણા સમાજ, બ્રહ્મ સમાજ તેમજ પાટીદાર, લેઉવા પટેલ તથા અન્ય સમાજાેએ પણ માંગણી કરી છે. ભાજપ માટે ખાસ કરીને જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠકો પૈકી જૂનાગઢની બેઠકમાં ઉમેદવાર પસંદ કરવાનો પ્રશ્ન અત્યંત પેચીદો બની ગયો છે અને તે ઉપર સંબંધિતોની મીટ મંડાઈ રહી છે.
દરમ્યાન જૂનાગઢ વિધાનસભા બેઠક માટે બે પિતરાઈ ભાઈઓ ડોલરભાઈ કોટેચા અને ગિરીશભાઈ કોટેચાએ ટિકીટ માટે દાવેદારી નોંધાવી હતી. જૂનાગઢમાં સતત ૧૦ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ વિધાનસભાની બેઠક માટે પોતે દાવેદારી કરી છે. તો બીજી તરફ તેમના જ મોટા પિતરાય ભાઈ સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચાએ પણ ટિકીટ માટે દાવો કર્યો છે. પોતાના ટેકેદારો સાથે ખામદ્રોળ ચોકડી ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકોને મળી કોટેચા બંધુએ પોતાની દાવેદારી નોંધાવી પોતાના વિચારો રજુ કર્યા હતા. સહકારી ક્ષેત્રના અગ્રણી છેલ્લા ૩૨ વર્ષથી પણ વધુ સમયથી ભાજપમાં સક્રિય લોહાણા સમાજના કોટેચા પરિવારના ડોલરભાઈ કોટેચાએ જૂનાગઢ વિધાનસભાની બેઠક માટે દાવેદારી નોંધાવ્યા બાદ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક જ પરિવારના બંને પિતરાઈ ભાઈઓ છીએ. મને ટિકિટ મળે કે મારા નાના ભાઇ ગિરીશને ટિકીટ મળે. પરંતુ અમે પાર્ટીને વિજયી બનાવશું. ડોલરભાઈ કોટેચાએ ૫૧ હજાર મતથી વિજય અપાવાનો દાવો કર્યો હતો. જયારે ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, તેમણે અનેક સંસ્થાઓ અને કોલેજાેના પ્રતિનીધિઓ વગેરેના ટેકા સાથે ટિકીટ માટે દાવેદારી કરી છે. આમ જૂનાગઢના રાજકારણમાં બંને પિતરાઈ ભાઈઓ દાવેદારી કરી છે. પરંતુ જેને પણ ટિકિટ મળે તે માટે તન, મન અને ધનથી જીતાડવા માટે ભાજપના બધા દાવેદારોએ તૈયારી દર્શાવી
હતી.

error: Content is protected !!