Sunday, April 2

ભેસાણના ખારચીયા ગામે અકસ્માતે મૃત્યું પામેલ ખેડૂતને સહાય અર્પણ

0

ભેસાણ તાલુકાના ખારચીયા(વાકુના) ગામના ખેડૂત મનસુખભાઇ માથુકીયા ખેતરેથી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ભારે વરસાદને લીધે તણાઈ જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. ત્યારે ભેસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા ચેરમેન નટુભાઇ પોકીયા અને વાઈસ ચેરમેન રામજીભાઈ ભેસાણીયાના હસ્તે રૂા.૫૦ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે આ વિસ્તારના ખેડૂત નેતા પૂર્વે ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!