શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે દાદાને મહા અન્નકૂટ ધરાવાયો

0

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે લાભ પાંચમ-કારતક માસના પ્રથમ શનિવારે તા.૨૯-૧૦-૨૦૨૨ના રોજ દાદાને છપ્પનભોગ મહા અન્નકૂટ ધરાવાયો હતો આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭ કલાકે શણગાર આરતી, સવારે ૯ઃ૪૦ કલાકે શ્રી હરિ મંદિરમાં ઠાકોરજીની અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા અને મહાઅન્નકૂટ આરતી ૧૧ઃ૩૦ કલાકે છપ્પન ભોગ મહા અન્નકૂટ આરતી લક્ષ્મીપ્રસાદસ્વામી અને શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)તથા જગતસસ્વામી દ્વારા કરવામાં આવેલ હતી. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ હતું. મંદિરના પટાંગણમાં ખુબ જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના ભક્તિગીત ઉપર નૃત્ય અને ઝૂમી ઉઠ્‌યા હતા. કારતક માસનો પ્રથમ શનિવાર નિમિતે હજારો હરિભક્તો પગપાળા દાદાના દર્શને આવ્યા હતા તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મંદિરના વહીવટકર્તા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા દાદાના ભક્તો માટે રહેવા-જમવાની, સવારના ચા-પાણી, નાસ્તો-મહાપ્રસાદ તથા મંડપની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દાદાના રસોડામાં મહાપ્રસાદનો લાભ લાખો ભકતોએ લીધો હતો. દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ હતો.

error: Content is protected !!