કેશોદમાં શ્રીરાજપુત કરણી સેનાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

0

શ્રી રાજપૂત કરણી સેના કેશોદ આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કેશોદ દરબારવાડી ખાતે કરવામાં આવેલ હતું. આ તકે શ્રી રાજપૂત કરણી સેનાના આગેવાનો ઉપસ્થિત મેહમાન જે.પી. જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાયજાદા, પ્રવિણસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, રાજભા ચુડાસમા મામા સરકાર, ધમભા વાઘેલા, સિધ્ધરાજસિંહ રાયજાદા, પી.પી. ચુડાસમા, વિક્રમસિંહ ચાવડા, ભગીરથસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી રાજપૂત કરણી સેના કેશોદ તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ રાયજાદા તથા ટીમ દ્વારા મેહમાનું પુષ્પપગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કેશોદ તાલુકાના ગિરાસદાર રાજપૂત સમાજ તથા કાઠી ક્ષત્રિય સમાજના વડીલો-યુવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહ ભોજન લીધું હતું.

error: Content is protected !!