કેશોદના જલારામ મંદિરે છપ્પન ભોગ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ભાવિકો ભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. કેશોદના જલારામ મંદિર ખાતે દર વર્ષે જલારામ જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં બાઈક રેલી, ડીજેની સંગાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થાય છે. જલારામ મંદિરે શગણાર મંદિરમાં શ્રૃંગાર, છપ્પન ભોગ અન્નકુટ દર્શન, મહાઆરતી, ભોજન-પ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં મોરબીમાં દુઃખદ દુર્ઘટના બનતા ૧૪૦ થઈ વધુ લોકોના મોત થયા જેથી રાજ્યભરમાં શોકની લાગણી જાેવા મળી રહી છે. ત્યારે કેશોદના જલારામ મંદિરે જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે બાઈક રેલી તથા શોભાયાત્રા રદ કરવામાં આવી હતી. છપ્પન ભોગ અન્નકુટ દર્શન તથા ભોજન-પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના જલારામ મંદિરે જલારામ બાપાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવતાં ભાવિકો-ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મોરબી ખાતે બનેલી દુર્ઘટના બાદ કેશોદ જલારામ મંદિર ખાતે જાહેર કાર્યક્રમો રદ કરી શોકાજંલી આપવામાં આવી હતી. કેશોદ જલારામ મંદિર ખાતે સાંજે મહાઆરતી બાદ સમુહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના આમંત્રિત મહેમાનો તથા ભાવીક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો.