સંત શીરોમણી પૂ.જલારામ બાપાની જન્મ જયંતીની સાદાઈથી ઉજવણી : દરેક કાર્યક્રમો રદ્દ

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલ જલારામ મંદિર ખાતે મોરબી ખાતે બનેલ દુઃખદ ઘટનાને ધ્યાને લઈને ખુબ જ સાદાઈ પૂર્વક જલારામ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી જલારામ મંદિર માંગરોળ ખાતે જલારામ જ્યંતિ નિમિતે મહાઆરતી તેમજ અન્નકૂટ દર્શનનો ખુબ જ બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો દેને કો ટુકડો ભલો, લેને કો હરીનામનો જીવન મંત્ર વિશ્વભરમાં ગુંજતો કરનારા તથા નાતજાતના કે ધર્મના ભેદભાવ વગર સમગ્ર માનવ સમાજના કલ્યાણ અર્થે જીવી જનારા પરોપકારી, અલખના આરાધક, પ્રાતઃ સ્મરણીય સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૩મી જન્મ જ્યંતિ જલારામ મંદિર માંગરોળ ખાતે ભક્તિભાવ અને સાદગી પૂર્વક ઉજવાય હતી. વિશ્વવંદનીય, સંત શિરોમણિ વીરપુરના વાસી પૂ.જલારામ બાપાની ૨૨૩મી જન્મજયંતીની ઉજવણી માંગરોળ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મોરબીના ઝુલતા પુલ તૂટતા સર્જાયેલ દુર્ઘટનાના પગલે અત્યંત સાદગી પૂર્વક કરવામાં આવેલ હતી. મોરબી ખાતે ઝુલતો પુલ તુટી પડતા ગોઝારી ઘટના ઘટી જતા મૃતકોને શ્રધ્ધાંજલી આપવા માટે થઈ માંગરોળ રઘુવંશી સમાજ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિ જે ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનો કાર્યક્રમ હતો તેમાં ફેરફાર કરી મોરબીની ઘટનાને લઈ પૂ. જલારામબાપાની જન્મ જયંતિ સાદાઈ પૂર્વક ઉજવવાનું નકકી કરવામાં આવેલ હતું. મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઈ માંગરોળ રઘુવંશી સમાજ દ્વારા પૂ. જલારામબાપાની જન્મજયંતિ પ્રસંગે બપોરે શોભાયાત્રા, કળશ તથા જલારામ બાપાની નગર ચર્ચાનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો તેમ જલારામ ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ સીરોદરિયા તેમજ ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

error: Content is protected !!