ભેંસાણના ખંભાળીયા ગામે આવતીકાલથી શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે

0

ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામે ટાટમિયા પરિવાર દ્વારા સમસ્ત ગામલોકોના સહકારથી આવતીકાલે તારીખ ૨ નવેમ્બરથી ૮ નવેમ્બર સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસાસને સોરઠના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી રાજુદાદા જાની(ભેસાણ વાળા) બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવશે. ખંભાળીયા ગામે લાલજી મંદિર પાછળ આવેલ લેઉવા પટેલ સમાજ ભવન ખાતે યોજાનાર આ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તા.૨ના રોજ પોથીજીની નગરયાત્રા તા.૩ના રોજ કપીલ ભગવાનની જન્મયાત્રા, તા.૪ના રોજ નૃસિંહ જન્મકથા, તા.૫ના રોજ વામન ભગવાન અને રામ ભગવાન જન્મકથા અને કૃષ્ણ ભગવાનની જન્મ કથા તેમજ તા.૬ના રોજ ગિરિરાજ મહોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ભાવપૂર્ણ રીતે ઉજવાશે. સમગ્ર આયોજનને લઈને ગામમાં ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે.

error: Content is protected !!