ઉના : ફાટસર ગામે દિપડાએ મહિલા ઉપર હૂમલો કર્યો

0

ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે એક મહિલા કાવિશબેન ભરતભાઇ સોલંકી ઉપર ઘરની બહાર રાત્રે નીકળા હતા ત્યાં જ ઘરના દરવાજાની બહાર એક દિપડો બેઠેલો હતો અને તે મહિલા ઉપર અચાનક હુમલો કરતા પરિવારે ગિર ગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન આવેલો ફરજ ઉપરના હાજર કર્મચારી ઈએમટી જગદિશ મકવાણા અને પાયલોટ ધનસુખભાઇ વાજા ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલાને ગળાના ભાગ ઉપર પંજાે મારેલો હોવાથી ખુબ જ લોહો વહી રહેલું હતું અને બંને હાથ ઉપર પણ નોર મારેલા હતા. ૩૦થી વધુ ટાંકાઓ આવેલ તેથી ૧૦૮ના ઈએમટીની આવડત અને ૧૦૮ હેડ ઓફિસના ડોક્ટરની સલાહ મુજબ તે મહિલાને ઓક્સિજન જરૂરી ઈન્જેક્શન અને દવા આપી તાત્કાલિક સારવાર કરીને તે મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો.

error: Content is protected !!