જૂનાગઢમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે અન્નકુટોત્સવ

0

જૂનાગઢ શહેરનાં જવાહર રોડ ઉપર આવેલા ઐતિહાસીક સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બીરાજતા રાધારમણ દેવ, હરીકૃષ્ણજી, સિધ્ધેશ્વર મહાદેવ આદિ દેવોનો આવતીકાલ
તા. ર-૧૧-રર બુધવારનાં રોજ ભવ્ય છપ્પનભોગ અન્નકુટ ધરાવવામાં આવશે. નૂતનવર્ષ નિમિતે આ અન્નકુટમાં અવનવા મીસ્ટાન તેમજ ફરસાણ જેવી વાનગીઓ ઠાકોરજીને ધરાવવામાં આવશે. મંદિરનાં ચેરમેન કોઠારી સ્વામી દેવનંદાસજીનાં આર્શિવાદથી મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી તથા કોઠારી પી.પી. સ્વામીનાં માર્ગદર્શન હેઠળ મંદિરનાં સૌ સંતો ભકતોનાં પુરૂષાર્થ અને સેવાથી આ અન્નકોટ તૈયાર કરવામાં આવેલ છે. તમામ ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય અન્નકોટ દર્શન કરવા ભાવભર્યુ નિમંત્રણ છે. બપોરે ૧ર કલાકે અન્નકોટ આરતી થશે. અને સાંજે ૬ વાગ્યે અન્નકોટનાં દર્શન થશે તેમ શાસ્ત્રી કુંજસ્વામીની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!