મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ ઓખા ખાતે આવેલ પેસેન્જર જીટીએ ફેરબોટ સર્વિસની ક્ષતિઓ દૂર કરવા માટે તંત્ર સફાળુ જાગ્યું

0

આખા વર્ષ દરમ્યાન વારે તહેવારે યાત્રાધામ બેટ દ્વારકામાં લાખો દર્શનાર્થીઓ બોટ દ્વારા બેટમાં જાય છે. આ બોટ ફેરી સર્વિસનું સંચાલન જી.એમ.બી. દ્વારા કરવામાં આવે છે. વારંવાર અખબારો અને મીડિયામાં ચમકતી ફેરીબોટ સર્વિસ વાળાઓનીનું ક્ષતિઓથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. દ્વારકા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર ઓખા નગરપાલિકા અને પોલીસ તંત્ર ઓખા પેસેન્જર જેટી એ આખો દિવસ ખડે પગે રહીને ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓને સાથે રાખીને ફેરબોટ સંચાલકો સાથે મીટીંગ કર્યા પછી તમામને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરવા નહીં, દરેક મુસાફર પાસે લાઈફ જેકેટ હોવું ફરજિયાત જેવી સુચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાંત અધિકારીએ એમ જણાવ્યું હતું કે, ગુજરાત મેરી ટાઈમ બોર્ડની બંને જેટીઓ ઉપર સીસીટીવી કેમેરાનો અભાવ છે અને ફાયરના સાધનો નથી તો તે અંગે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના સત્તાવાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે. હવે જાેવાનું એ રહ્યું કે, અત્યારે બધુ નિયમો મુજબ ચાલે છે તે શું કાયમી ધોરણે નિયમ મુજબ જ ચાલશે ? કે એક સપ્તાહ પછી રાબેતા મુજબ થઈ જશે ?

error: Content is protected !!