૮૮ કેશોદ વિધાનસભા સીટ ઉપર ભાજપમાં કડવા પટેલ સમાજમાંથી દાવેદારી નોંધાવતા પ્રવિણાબેન પટેલ

0

જૂનાગઢ જીલ્લાની ૮૮ કેશોદ વિધાનસભાની સીટ ઉપર ભાજપમાં કડવા પટેલ સમાજમાંથી પ્રવિણાબેન પટેલે દાવેદારી નોંધાવી છે. તેઓ કેશોદ વિધાનસભામાં સતત કાર્યશીલ રહેતા મહિલાઓ તથા પ્રજાના પ્રશ્નોને વાચા આપી સતત કાર્યશીલ રહીને ૨૦૧૨ થી પ્રજા અને પાર્ટીના કાર્યો માટે તનતોડ મહેનત કરી નિષ્ઠાપુર્વક પાર્ટી તથા પ્રજાની જવાબદારી નિભાવી છે. કોરોના કાળમાં પોતાની જાત તથા પરિવારની પરવા કર્યા વગર કેશોદ, માંગરોળ, માણાવદર આ ત્રણેય તાલુકામાં પરપ્રાંતિય શ્રમિકો માટે ભોજન વ્યવસ્થા તથા સંપુર્ણ રાશન કિટ આપી નિઃસ્વાર્થ ભાવે સેવા આપી તેમજ રૂદ્ર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર મહિને નેત્ર યજ્ઞ કેમ્પ દ્વારા સેવા પુરી પાડવામાં આવતી હતી તેમજ વર્ષમાં ચાર મેગા કેમ્પ કરીને આજુબાજુના ગામડાઓની જનતાને તમામ રોગની સારવાર અને નિદાન વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે. કેશોદ તાલુકામાં પ્રજાનો વિશ્વાસ કેળવી, પ્રજાના કામોને વાચા આપી પ્રજામાં સારી પ્રતિષ્ઠા ઉભી કરી સારા નેતા તરીકેની છાપ ઉભી થયેલી છે.

error: Content is protected !!