જૂનાગઢમાં ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે જીલ્લાકક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર યોજાશે

0

રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના વ્યકતિગત વિકાસ, યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્યપધ્ધતી, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક-યુવતીઓને શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવાના હેતુથી રાજય સરકાર દ્રારા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીરની તાલીમ ૭ દિવસ માટે આપવાનું નક્કિ કર્યું છે. રાજય સરકારના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજય સરકારના ખર્ચે ૭ દિવસની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર આગામી નવેમ્બાર માસના છેલ્લા સપ્તાહમાં જૂનાગઢ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં પસંદ થયેલ ૩૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.
યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર માટે જેઓ તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાનું પુરૂનામ, સરનામું, જન્મહનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, આધારકાર્ડ, બેંક પાસબુક, દ્ગઝ્રઝ્ર/દ્ગજીજી, રમતગમત, સાહસીક પ્રવૃતિઓ, મેડીકલ પ્રમાણપત્ર, વાલીનું સંમતી પત્રકની વિગતો સાથેની પોતાની અરજી નિયત નમુનાના ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧, પહેલો માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ તા.૦૯/૧૧/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.
શિબિર દરમ્યાન નિવાસ, ભોજન, શિબિર સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શીબીર માટેના ફોર્મ દરેક જિલ્લાની રમતગમત અધિકારીની કચેરી ખાતેથી અથવા ફેસબુક ૈંડ્ઢ – ડ્ઢર્જ ત્નેહટ્ઠખ્તટ્ઠઙ્ઘરષ્ઠૈંઅ ઉપરથી મળી રહેશે.
કાર્યક્રમમાં પસંદ થનાર યુવક-યુવતીને પત્ર દ્વારા/મોબાઇલ/ઇ-મેઇલ દ્રારા જાણ કરવામાં આવશે.પસંદ થનારને જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢ મારફત જાણ કરવામાં આવશે.કોઇપણ બાબતની પૃચ્છા સંબંધમાં જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢ ઓફિસ નંબર -૦૨૮૫ ૨૬૩૦૪૯૦ તેમજ ઇમેઇલઃ- ઙ્ઘર્જદ્ઘેહટ્ઠખ્તટ્ઠઙ્ઘરષ્ઠૈંઅ૨૦ જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઉપર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!