રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા બેટ દ્વારકાના ડિમોલિશનમાં બે રાઉન્ડમાં કુલ ૨૯૦ જેટલા બાંધકામ ધ્વસ્ત કરાયા

0

ખુલ્લી કરવામાં આવેલી જગ્યાની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૧૪ કરોડ અંકાઈ

સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ગત તારીખ પહેલી ઓક્ટોબરથી હાથ ધરવામાં આવેલું ઓપરેશન ડિમોલિશન બે રાઉન્ડમાં હાલ પૂરતું પૂર્ણ થયું છે. બેટ દ્વારકામાં હટાવવામાં આવેલા આ અનઅધિકૃત દબાણમાં આશરે રૂપિયા ૧૪ કરોડ જેટલી બજાર કિંમત ધરાવતી જમીન ખુલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા રેવન્યુ તંત્રને સાથે રાખીને યાત્રાધામ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ ઉપર નોટિસ અંગેની કાર્યવાહી બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. એસ.આર.પી. સહિતના મજબૂત બંદોબસ્ત વચ્ચે તહેવારો દરમિયાન બ્રેક પછી ડિમોલિશનનો બીજાે રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. આશરે એક પખવાડિયા સુધી ચાલેલા આ દબાણ હટાવ ઝુંબેશમાં કુલ ૨૯૦ જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કોમર્શિયલ, રહેણાંક, વંડા તેમજ ધર્મસ્થળ સ્વરૂપે દબાણ કરવામાં આવેલી આશરે ચાર લાખ ફૂટ જેટલી સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી હતી. આ તમામ જમીનની અંદાજિત બજાર કિંમત રૂા.૧૪ કરોડ જેટલી ગણવામાં આવી છે. આ દબાણ હટાવ ઝુંબેશના પ્રથમ રાઉન્ડ દરમ્યાન ૧૫૦ જેટલા તેમજ બીજા રાઉન્ડમાં ૧૪૦ જેટલા નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હાલ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી હોય તેમજ દિવાળીના તહેવારો વચ્ચે અટકી ગયેલી દબાણ હટાવ ઝુંબેશનો ત્રીજાે રાઉન્ડ પણ આવે તો નવાઈ નહીં તેવું પણ ચર્ચા રહ્યું છે. બેટ દ્વારકામાં કેટલાક રહેણાંક મકાનો પણ અનતિકૃત હોવાથી ચર્ચા વચ્ચે તંત્ર દ્વારા આવા મકાનો દૂર કરાયા ન હોવાથી ડિમોલિશનના વધુ એક રાઉન્ડની શક્યતા નકારી શકાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના છેવાડા અને અગાઉ ર્નિજન મનાતા બેટ દ્વારકા ટાપુમાં અધિકારીઓ કે લોકો દર્શન તેમજ ફરવા સિવાય ભાગ્યે જતા હોય, અહીં જાણે રેઢો પડ લોકો ભાળી ગયા હોવાથી વ્યાપક દબાણો ખડકાઈ ગયા હતા. જે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.

error: Content is protected !!