ઉના ખાતે શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો

0

ઉનામાં કોળી સેના દ્વારા મોરબીની જે ઝુલતા પૂલની દુર્ઘટના થઈ છે તેના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ ટાવર ચોક પોલીસ ચોકી ઉના શહેર ખાતે કોળી સેનાના તમામ સભ્યો, ઉના શહેરના અને ઉના પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ઉના પીઆઈ વિગેરેએ કાર્યક્રમમાં હાજરી આપેલ હતી. ગીર-સોમનાથ જિલ્લાના ઉપપ્રમુખ મનોજભાઈ બાંભણિયા, મહામંત્રી બાબુભાઈ સોલંકી, ઉના શહેરના ઉપપ્રમુખ પંકજભાઈ સોલંકી, મહામંત્રી વિજયભાઈ બાંભણિયા, ઉપપ્રમુખ મનીષભાઈ વાજા, મહામંત્રી ચંદુભાઈ બાંભણિયા તથા કોળી સેનાના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી આપી હતી.

error: Content is protected !!