કેશોદ તાલુકાનાં અગતરાય ગામે મોરબી દુર્ઘટનાનાં હતભાગીને શ્રધ્ધાંજલી : પ્રાર્થના સભા

0

હીરાભાઈ જાેટવાની અધ્યક્ષતામાં અગતરાય મુકામે મોરબી પુલ તૂટવાથી મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કેશોદ ડી.કે. પીઠીયા અને માણાવદર પ્રમુખ જીગ્નેશભાઈ છેયા, કુતિયાણા પ્રમુખ અર્જુનભાઈ સોલંકી, જી.પં. સદસ્ય અરવિંદભાઈ લાડાણી, વડીલ નેતા બાઘુભાઈ વેગડ, તા.પં. વિપક્ષ નેતા મનીષભાઈ ચુડાસમા, ન.પા. વિપક્ષ નેતા અજીતભાઈ વેગડ, સિડાબાપા કુવાડિયા, દેવાતભાઈ ડાંગર, રૂગાબાપા, પૂર્વ તા.પ. સભ્ય ભિખાબાપા, સરપંચ પ્રભાતભાઈ બોરીચા, જીતુભાઈ, નથુભાઈ જીલડિયા, સતિષભાઈ મરંઢ, ભરતભાઈ જલું, વાલાભાઈ બકોત્રા, કરશનભાઈ બકોત્રા, હરેશભાઈ ડાંગર, અમિતભાઈ કોઠડીયા, ગોવિંદભાઈ ડાંગર, અરૂણભાઈ વ્યાસ, રમેશભાઈ ભોપાળા, ભરતભાઈ લાડાણી, સુલેમાનાભાઈ સિદા, બટુકભાઈ ભીમાણી વગેરે નેતા ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મીણબત્તી સળગાવી સ્વર્ગસ્થ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી. હીરાભાઈ જાેટવાએ દેહાંત થયેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આ કોઈ કુદરતી દુર્ઘટના ન હતી પણ માનવ સર્જિત સમોહિક હત્યાકાંડ હતું. જેના માટે આ સરકાર જવાબદાર છે તેને ઉખેડી ફેંકવા હાકલ કરેલ હતી.

error: Content is protected !!