તાલાલા વિધાનસભાની ટિકિટ માટે આપમાંથી હરિભાઈ પરમાર પ્રબળ દાવેદાર

0

આમ આદમી પાર્ટીમાંથી તાલાલા વિધાનસભાની ટિકિટ માટે કારડીયા રાજપુત સમાજના આગેવાન હરિભાઈ જેસીંગભાઇ પરમારે ટિકિટની માંગણી કરી છે. હરિભાઈ પરમાર સેવાભાવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેમજ શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિ છે. જૂનાગઢમાં સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ અને સોરઠ પબ્લિક સ્કૂલમાં ટ્રસ્ટી છે તેમજ સામાજિક કાર્યકર છે. સમાજમાં અને અન્ય સમાજમાં ખૂબ જ લોક ચાહના ધરાવે છે અને વર્ષોથી સામાજિક અને સેવાકીય સંસ્થાઓમાં જાેડાયેલા છે અને અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે. તાલાલા વિધાનસભા મત વિસ્તારમાં કારડીયા રાજપૂત સમાજનું પ્રભુત્વ રહ્યું છે તેમજ આ વિસ્તારમાં હરિભાઈ પરમારની ખૂબ જ લોક ચાહના છે. અસંખ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથેના હરિભાઈ પરમારના ખૂબ જ નજીકના સંબંધો ધરાવે છે. હરિભાઈ પરમાર શિક્ષણ ક્ષેત્રના વ્યક્તિ છે. સ્નાતક સુધી અભ્યાસ કરેલો છે. તેમજ સ્વચ્છ પ્રતિભા અને વ્યક્તિત્વ ધરાવે છે. ત્યારે હરિભાઈ પરમારે આમ આદમી પાર્ટીમાંથી તાલાલા વિધાનસભાની ટિકિટની પ્રબળ માંગણી કરી છે. તેમજ તેમના ટેકેદારોની પણ પ્રબળ માંગણી છે કે, તાલાલા વિધાનસભાની ટિકિટ આમ આદમી પાર્ટીમાંથી હરિભાઈ પરમારને મળવી જાેઈએ. તાલાલા અને આસપાસના વિસ્તારમાં હરિભાઈ પરમાર ખૂબ જ લોક ચાહના ધરાવે છે.

error: Content is protected !!