યાત્રાધામ દ્વારકાધીશ જગતમંદિરે બુધવારના અક્ષય નોમના દિવસે સવારે ગોવર્ધન પુજા તેમજ સાંજે ઉત્થાપન સમયે અન્નકોટ મનોરથના દર્શન યોજાયા હતા. અન્નકોટ મનોરથના દર્શન દર વર્ષે નૂતન વર્ષના દિવસે પરંપરાગત હોય છે પરંતુ આ વર્ષ નૂતન વર્ષના આગલે દિવસે સુર્ય ગ્રહણ હોવાથી ઠાકોરજીના અન્નકોટ મનોરથની સામગ્રી અગવાના દિવસોમાં બનાવાની હોય તે બની શકે તેમ ના હોય તે માટે અક્ષય નોમના દિવસે અન્નકોટ મનોરથનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સવારે દ્વારકાધીશ જગતમંદિરે વૈદિક વિધિ વિધાનથી ગોવર્ધન પુજા કરવામાં આવી હતી. શ્રી દ્વારકાધીશજીને સોનાનો મુગટ સાથે ગૌ કણ ધરાવવામાં આવ્યા હતા. તેમજ સાંજે ઠાકોરજીને અન્નકોટ મનોરથ ધરાવવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમ્યાન ભગવાન શ્રી દ્વારકાધીશના બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.