યાત્રાધામ સુદામા સેતુ પુલની તપાસનીસ ટીમે મુલાકાત લીધી

0

મોરબીની મચ્છુ નદીના પુલ હોનારતને ધ્યાને લઇ યાત્રાધામ દ્વારકાનો સુદામા સેતુ પુલ લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો જેની તપાસ ટીમ દ્વારા મૂલાકાત લઈ તમામ પાસાઓનું નિરીક્ષણ હાથ ધરાયું હતું. જેના નિરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ લોકો માટે ખુલ્લો મુકાશે. સુદામા સેતુ સોસાયટીના એન્જિનિયરો તથા સરકારી તંત્ર આર એન્ડ બી એમનાં એન્જિનિયરોની ટીમ દ્વારકા પ્રાંત અધિકારી, મામલતદાર સાથે મળી એક ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા સુદામા સેતુ પુલની મુલાકાત લઈ તમામ પાસાઓની ખરાઈ કરવામાં આવી હતી. સુદામા સેતુ હાલમાં લોખંડ, લાકડાના પાટિયા, સાઈડ જાળી તથા લોખંડના દોરડા વગેરેની મજબૂતાઈનું નિરીક્ષણ કર્યું હતું. આ ટીમ દ્વારા સુદામા સેતુ પુલના ફોટા પાડવામાં આવ્યા હતા તેમજ મટીરીયલ પણ ચેક કરાયું હતું.

error: Content is protected !!