ખંભાળિયામાં લોકોને કઠણાઈ : અવારનવાર તળિયા ઝાટક થતા એટીએમ મશીનના કારણે લોકો પરેશાન

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા બેંકના એટીએમ મશીનમાં અવારનવાર રૂપિયા ખૂટી જતા લોકો પરેશાન થતા હોવાનું ચિત્ર જાેવા મળી રહ્યું છે. ખંભાળિયા શહેર નજીક એસ્સાર, નયારા, રિલાયન્સ વિગેરે જેવી કંપનીઓ આવેલી છે. આ કંપનીના અનેક કર્મચારીઓ ખંભાળિયામાં રહી અને અપડાઉન કરે છે. આ કર્મચારીઓને પૈસાની જરૂરિયાત હોય ત્યારે રાત્રિના કે વહેલી સવારના સમયે શહેરના એટીએમ મશીન ખાતે થાય છે પરંતુ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા આ એટીએમ અવારનવાર ખાલી ખમ્મ હોય, આવા સમયે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે તાજેતરના દિવાળીના તહેવારોમાં શહેરમાં અનેક એટીએમ તળિયા ઝાટક થઈ જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. આ મહત્વના મુદ્દે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ખંભાળિયાની લીડ બેંકના સત્તાવાળાઓને રજૂઆત કરી, આ કાયમી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી.

error: Content is protected !!