Tuesday, March 21

રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રાજકીય પક્ષોને શીખ આપતા અનુભવી રાજકારણી?

0

(સુરેશચંદ્ર ધોકાઈ દ્વારા)
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું નોટીસીફિકેશન જાહેર કરવા સાથે રાજકીય પક્ષોમાં દોડધામ ચાલુ થઈ છે ત્યારે રિલાયન્સના કોર્પોરેટર એફર્સ મેમ્બર અને રાજ્યસભામાં સતત અલગ અલગ રાજકીય પક્ષના ટેકાથી ચૂંટણી જીતતા આવતા પરિમલભાઈ નથવાણી દ્વારા દરેક પક્ષોને રાજકીય શીખ આપતા જામનગરને ગુન્હાખોરી મુક્ત બનાવવા સારા-ભણેલા અને બિન વિવાદાસ્પદ વ્યક્તિને ટીકીટ આપવાની અપીલ કરેલ છે. હકીકતમાં પરિમલભાઈ વર્ષ ૧૯૮૦માં મુંબઈથી જામનગર આવ્યા બાદ ત્યાંના અને સૌરાષ્ટ્રના વિકાસ માટે સક્રિય થયા અને વોઇસ ઓફ સૌરાષ્ટ્રના પ્રમુખ બન્યા જેના ફળ સ્વરૂપે જામનગરને એશિયાની નંબર વન ગણાતી ઓઇલ રિફાઇનરી મળેલ છે અને હવે ત્યાં પ્રાણી સંગ્રહાલય અને દેશનો સૌથી મોટો સોલાર વીજ પ્લાન્ટ પણ ટૂંક સમયમાં ચાલુ થનાર છે જેનો શ્રેય તેમને જાય છે. ત્યારે સૌરાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અને તેમાંય ખાસ તેમના વહીવટ હેઠળની કંપનીના જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે સીધો સંપર્ક ધરાવતા અને તે પ્રશ્ને સદા જાગૃત રહેલા અને ઉચ્ચ કક્ષાએ તંત્રને સાથે રાખી રજુઆત કરતા અને પરિણામ લાવતા પરિમલભાઈ સમગ્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રજાને પોતાની સમજતા અને પ્રજા પણ જેને પોતાના સમજે છે તેવા પરિમલભાઈ દ્વારા આટલા વર્ષોમાં સૌ પ્રથમ વખત આ બંને જિલ્લામાં કોઈપણ ચૂંટણીમાં કોઈપણ પક્ષ કોઈપણ વ્યક્તિને ટીકીટ ફાળવે તે બાબતે ક્યાંય કોઈ ભલામણ કે વ્યક્તિ માટે લોબિંગ ના કરી બિન વિવાદાસ્પદ રહેલ છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રાજકીય ગંદવાડ સાફ કરવા અને રાજકારણ અને ગુન્હેગારોની સાંઠગાંઠ પ્રજાને કેટલી અને કેવી અસર કરે છે તેનો વર્ષોથી અનુભવ કરતા અને તેના પરિણામોની અસર સમાજમાં કેટલી નુકસાનકારક છે તે જાણતા અને સમજતા હોય તેમના દ્વારા દરેક રાજકીય પક્ષને જાહેરમાં શીખ આપતા જણાવેલ છે કે જામનગરમાં કોઈપણ પક્ષ કોઈપણ પ્રકારના ગુન્હેગારને તેમની ટીકીટ ના આપે અને જિલ્લાની શાંતિ ના જાેખમે તેવી અપીલ કરેલ છે.જે ખરેખ સરહાનીય અને પ્રેરણાદાયક છે. હકીકતમાં જામનગરનાં જમીન કૌભાંડ અને ગુન્હાખોરી બાબતે તેમણે કરેલ રજૂઆતોના પરિણામ સ્વરૂપે જમીન દલાલમાંથી જમીન દબાણકાર બનેલ ભાગેડુ નામચીન આંતરરાષ્ટ્રીય ગુન્હેગાર જયેશ પટેલના સાગરીતો બે વર્ષ બાદ આજપણ રાજ્યમાં નવા અમલી બનેલ જમીન કૌભાંડ માટેના ગુજસીકોટ કાયદા હેઠળ જેલમાં છે. જેના ફળસ્વરૂપે જામનગરમાં અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાના પ્રશ્ને હાલ શાંતિ પ્રવર્તી રહેલ છે. જે સત્ય અને સરહાનીય હકીકત છે. ત્યારે તેમની આ શીખ ઉપરથી બોધપાઠ લઈ અન્ય સામાજિક આગેવાનો, ઉદ્યોગકારો, મોટા વ્યવસાયિકો પણ પોત પોતાના મત વિસ્તારમાં આજ પ્રમાણેની શીખનો અમલ કરવાની અપીલ કરે તો રાજકારણમાંથી ગુન્હેગારોની સાંઠગાંઠની સાંકળ તૂટી જાય અને પ્રજા અને તંત્રને તેમજ સામાજિક વ્યવસ્થામાં ઘુસેલ આ દુષણને નાબૂદ કરવાની દિશામાં કંઈક કાર્ય થાય તે હકીકત સત્ય છે. ત્યારે હવે પરીમલભાઈની શીખનો અન્યો અને રાજકીય પક્ષો કેવો અને કેટલો પ્રતિસાદ આપે છે તે આવનાર દિવસોમાં રાજ્ય અને દેશની પ્રજાને ખુલ્લામાં જાણવા મળશે. તે પણ હકીકત છે અને તે જાણવા પ્રજા ખુદ પણ ઈચ્છે છે.

error: Content is protected !!