ઓખા નગર પાલિકા દ્વારા રૂા.૬ કરોડનાં વિકાસ કામોનાં ખાત મુર્હુત થયા

0

ઓખા નગરપાલિકાના પટાંગણમાં તારીખ ૩ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે ઓખા નગરપાલિકાના રૂપિયા ૬ કરોડના વિકાસ કર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે રૂપિયા ૬ કરોડના વિકાસ કાર્યોનું ખાત મુર્હુત થયું ત્યારે બહોળી સંખ્યામાં નગરજનો અને ઓખા નગરપાલિકાના સદસ્યો કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહિલ, ચીફ ઓફિસર અમિત પંડ્યા, માજી પ્રમુખ ચેતનભા માણેક, વિવિધ સમિતિઓના ચેરમેનો તેમજ નગરપાલિકાના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પબુભા માણેકએ જણાવ્યું હતું કે, ઓખા નગરપાલિકાના ચારે ગામોમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાંથી કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે. ખાસ કરીને રોડ રસ્તા સફાઈ સ્ટ્રીટ લાઈટ સમાજના હોલ વગેરે અનેક સમાજ ઉપયોગી વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.

error: Content is protected !!