ખંભાળિયા નજીકના હાઈવે ઉપર ટ્રકમાં ભીષણ આગ

0

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર આજરોજ સવારે એક ટ્રકમાં આગ લાગ્યાનો બનાવ બનવા પામ્યો છે. આ આગને ફાયર ફાયટર સ્ટાફે કાબુમાં લીધી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૫ કિલોમીટર દૂર કજૂરડા ગામ પાસે સ્થિત એક ખાનગી કંપનીની નજીકના હાઇ-વે માર્ગ ઉપર માલસામાન ભરેલા એક ટ્રકમાં આગ ભભૂકી ઊઠી હતી. કોઈ અકળ કારણોસર લાગેલી આ આગને ખાનગી કંપનીના ફાયર ફાઈટર સ્ટાફે કાબુમાં લીધી હતી. આગના આ બનાવથી થોડો સમય વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. જાે કે, નુકશાની અંગેની કોઈ સત્તાવાર વિગત સાંપળેલ નથી.

error: Content is protected !!