યાત્રાધામ બેટ-દ્વારકામાં વન વિભાગનો સપાટો : ગેરકાયદેસર રીતે અનામત વનમાં ઘુસણખોરી કરવા બદલ ૧૬ મહિલાઓ સામે ગુન્હો નોંધી દંડ વસુલાયો

0

જામનગર વન વિભાગ હેઠળની દ્વારકા રેન્જના બેટ દ્વારકા અનામત જંગલ વિસ્તારમાં ૧૬ મહિલાઓની અટકાયત કરી પૂછપરછ કરતા ગેરકાયદે પ્રવેશ કરતા જણાઈ આવેલ હતું. જે સામે બેટ વન રક્ષક ઈલાબા જાડેજા દ્વારા તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવી હતી. ગેરકાયદેસર વન પ્રવેશ બદલનો વન ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકારનો ગુન્હો નોંધાતા વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ આચનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તમામ વન ગુનેગારો પાસેથી ધોરણસરનો દંડ વસુલ કરી ગુનો દાખલ કરવામાં આવેલ તથા વનગુનો આચરવાના મનસુબા ધરાવનાર તમામને આ વન વિભાગની ચેતવણીરૂપ દાખલો બેસાડેલ હતો. દ્વારકા રેન્જનો મોટાભાગનો સ્ટાફ ગિરનાર પરિક્રમાના બંદોબસ્તમાં હોય ત્યારે ડીસીએફ આર. ધનપાલ દ્વારા હાજર સ્ટાફને કડક કાર્યવાહી કરવાના સુચનો સાથે કામની સરાહના પણ કરેલ હતી.

error: Content is protected !!