ભેસાણમાં આવતીકાલથી ભાગવતાચાર્ય રાજુદાદા જાનીની શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

0

ભેસાણીયા પરિવાર દ્વારા તા.૯ થી તા.૧૫ સુધી યોજાનાર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તમામ તૈયારીઓ પૂર્ણ

ભેસાણના જીનપ્લોટ ખાતે ભેસાણીયા પરિવાર દ્વારા આવતીકાલે તારીખ ૯ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વ્યાસાસને સોરઠના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રી રાજુદાદા જાની(ભેસાણ વાળા) બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવશે. ગોવિંદભાઈ બચુભાઈ ભેસાણીયા પરિવાર દ્વારા યોજાનાર આ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો સમય સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.૯ના રોજ સવારે પોથીજીની નગરયાત્રા, તા.૧૦ના રોજ સાંજે કપીલ ભગવાનની જન્મયાત્રા, તા.૧૧ના રોજ સાંજે નૃસિંહ જન્મકથા, તા.૧૨ના રોજ સવારે વામન ભગવાન જન્મ અને રામ ભગવાન જન્મકથા તેમજ સાંજે કૃષ્ણ ભગવાન જન્મોત્સવ, તા.૧૩ના રોજ ગિરિરાજ મહોત્સવ, તા.૧૪ના રોજ રૂક્ષ્મણીવિવાહ સહિતના પ્રસંગો ભાવપૂર્ણ રીતે ઉજવાશે. તેમજ તા.૧૦ના રોજ માણેકવાડાના રામામંડળનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા.૧રના રોજ રાત્રે ભજનીક પૂજાબેન ચૌહાણ, ભજનીક મહેશભાઈ આત્રોલીયા અને હાસ્ય કલાકાર મિલનભાઈ તલાવીયા પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત લોકોને આનંદ કરાવશે.

error: Content is protected !!