શાપુર ઓઝત નદી ઉપરની રેલિંગ એક વર્ષથી તૂટેલ હાલતમાં : અકસ્માતનો ભય

0

જૂનાગઢ નજીક શાપુર-નાના કાજલિયાળાને જાેડતી ઓઝત નદી છેલ્લા ૧ વર્ષથી તૂટેલ હાલતમાં હોય, આ પુલ ઉપરથી પસાર થતા લોકોમાં મોરબીની જેમ ગમે ત્યારે અકસ્માતનો ભય સર્જાયો છે. મોરબીમાં બનેલ કરૂણ ઘટનામાંથી તંત્ર કોઈ બોધપાઠ લેતું ન હોય તેમ શાપુર ઓઝત નદી ઉપરના પુલ ઉપર અનેક ગામડાના લોકો તેમજ વાહન ચાલકો અવરજવર કરે છે. આ પુલ ઉપરની રેલીંગ ઘણા સમયથી તૂટેલ હાલતમાં હોય, આ અંગે અવારનવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને માત્ર સિમેન્ટની થેલીની આડસ મૂકી સંતોષ માની લીધો છે. આ પુલ ઉપરથી ભૂતકાળમાં પણ અવારનવાર અકસ્માતના નાના-મોટા બનાવો બની ચુક્યા છે. ઓઝત વિયર ડેમના નવીનીકરણ વખતે આ પુલ ઉપરની રેલીંગના નવા કામને બદલે જૂની રેલીંગને કલરકામ કરી કામગીરી કરવામાં આવી હતી. આ પુલ ભયજનક હાલતમાં હોય, મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી અનુભવાય છે. ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોરબી જેવી કોઈ દુર્ઘટના સર્જાશે તો આ તેના માટે અધિકારીઓ તેમજ નપાણીયા નેતાઓ જવાબદાર રહેશે.

error: Content is protected !!